
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૧૦ જુલાઈ : ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ અંજાર ખાતે અંજાર બાયપાસ રોડની કામગીરીની સમીક્ષા કરીને પૂર્વ કચ્છમાં ડી. વી. હાઈસ્કૂલ ખાતે કાર્યરત થનારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની મુલાકાત લીધી હતી. ડી.વી.હાઈસ્કુલ ખાતેની મુલાકાત સમયે રાજ્યમંત્રી એ જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છ માટે ફાળવાયેલી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી કારણે કામગીરીની સરળતા સાથે નાગરિકોને વધુ શૈક્ષણિક સુવિધા પ્રાપ્ત થશે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર લોકોની સુખાકારી માટે કટીબદ્ધ છે, વહીવટના વિકેન્દ્રીકરણના કારણે નાગરિકોના કામો વધુ સરળતાથી થઈ શકશે.આ સાથે તેમણે અંજાર બાયપાસ રોડની કામગીરીની સમીક્ષા કરીને સમયમર્યાદા કામ પૂર્ણ કરવા સાથે ગુણવત્તાયુક્ત કામગીરી કરવા સહિતની સૂચના આપી હતી. આ પ્રસંગે અંજાર નગરપતિ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી સહિતના પદાધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારી ઓ હાજર રહ્યા હતા.







