સુરેન્દ્રનગરમાં શ્રી ચાણપરી હનુમાન ગૌ સેવા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌ સેવા માટે એક એમ્બ્યુલન્સનુ લોકાર્પણ કર્યું.

તા.10/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર ખાતે આજે જીવદયા અને ગૌસેવાના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સોપાનરૂપ બની રહે તેવા શ્રી ચાણપર હનુમાન ગૌ સેવા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌશાળા માટેની નવી એમ્બ્યુલન્સનું શુભ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પવિત્ર કાર્ય પદ્માવતી શો રૂમ ખાતે જીવદયા પ્રેમીઓની ઉપસ્થિતિમાં યોજાયું હતું આ લોકાર્પણ પ્રસંગ અભીભાઈ સંઘવી તથા અલ્પેશભાઈ વસાણીના જન્મદિવસની ખુશાલીમાં યોજાયો હતો જેમાં મુખ્ય દાતાશ્રી જલારામ કૃપાના સહયોગથી આ ગૌશાળા એમ્બ્યુલન્સ સેવા કાર્યરત બની છે જે નિરાધાર અને ઇજાગ્રસ્ત ગૌવંશને સમયસર સારવાર અને સુરક્ષા પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે આ પ્રસંગે પદ્માવતી શો રૂમના અભીભાઈ સંઘવી, અલ્પેશ સાડી શો રૂમના અલ્પેશભાઈ વસાણી, ઝેન સાડીના અમિતભાઈ શાહ, સાડી એસોસિએશનના પ્રમુખ જામાભાઈ ગરિયા, રાજેશ પ્લાસ્ટિક વાળા ભાવેશભાઈ, અનેરી સાડી વાળા કલ્પેશભાઈ, રાજુભાઈ ઢગલાવાળા સહીત સમગ્ર સાડી એસોસિએશનની ટીમ, મિત્રવર્તુળ, જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરના પ્રમુખ ગુંજનભાઈ સંઘવી, જૈન સમાજ યુવા અગ્રણી રચિતભાઈ શાહ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓના કારોબારી સદસ્યો, વેપારી વર્ગ તેમજ શ્રી ચાણપર હનુમાન ગૌ સેવા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરો રમેશભાઈ ખરાડિયા, શરદભાઈ શાહ, ભીખાભાઈ, કુલદીપભાઈ સહિત મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે સાડી એસોસિએશન છેલ્લા ઘણા સમયથી જીવદયા અને પાંજરાપોળ માટે વિવિધ સેવાકીય કાર્યોમાં સતત સહયોગ આપી રહ્યું છે ઉપસ્થિત મહાનુભાવોએ ગૌસેવા અને જીવદયા જેવા પવિત્ર કાર્યોમાં સમાજના સહયોગને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ નવી એમ્બ્યુલન્સ સેવા દ્વારા ગૌવંશને તાત્કાલિક સારવાર અને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનશે જે જીવદયાના કાર્યમાં એક મહત્વપૂર્ણ યોગદાન સાબિત થશે.




