
નર્મદા : વાપી શામળાજી હાઈવેમાં સંપાદન જમીનોનું યોગ્ય વળતર આપવાની માંગ સાથે શ્રીરામ હેરિટેજ સોસાયટીના રહીશોના ધરણા
જમીન સંપાદનની બજાર કિંમત કરતા ડબલ વળતર ચૂકવવા વડિયા, વાવડી અને જીતનગરના ખેડૂતોની માંગ
રાજપીપળા : જુનેદ ખત્રી
વાપી – શામળાજી નેશનલ હાઈવે નર્મદા જિલ્લામાંથી પસાર થતો હોય જેમાં વડિયા વાવડી અને જીતનગરના ખેડૂતોએ આ હાઈવે રદ કરવા નહી તો વળતર વધારે આપવા ખેડૂતોએ રાજપીપળા ખાતે ગાંધીચોક ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું. અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી.
આ અગાઉ આ ખેડૂતો એ સક્ષમ સત્તાધિકારી (CALA) જમીન સંપાદન અને પ્રાંત અધિકારી નાંદોદ અને નેશનલ હાઇવે પ્રોજેકટ ડાયરેકટર, પી.આઇ.યુ.વિભાગ ને લેખિતમાં રજૂઆત કરી હતી અને હજુ જો કોઈ સરકાર નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે એવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.
ખેડૂતોની માગ છે કે, પોતાની મહામૂલી જમીન અહીંયા સરકાર મીઠાના ભાવ આપે છે અને કાઠિયાવાડ માં બજાર કિંમત કરતા પણ ડબલ ભાવ આપે છે. ત્યારે આ ખેડૂતો સરકારની બેધારી નીતિને લઈને રોષે ભરાયા હતા અને ઊંચા વળતરની માગણી કરી વધુમાં સ્થાનિકોએ જણાવ્યું કે જે હાલમાં હાઈવે છે તેને પહોળો કરો, બીજેથી રસ્તો કાઢવાનો અર્થ શું છે. જેમાં લોકોની જમીનો અને સરકારના નાણાનો બગાડ થશે એ વાતને લઈને ખેડૂતો રોષે ભરાયા છે. આ સાથે આ હાઈવેમાં જતી શ્રીરામ હેરિટેજ સોસાયટીની વચ્ચેથી હાઈવે જતો હોવાથી આ સોસાયટીના રહીશો પણ આ ખેડૂતો સાથે આંદોલનમાં જોડાયા હતા.
વાપીથી શામળાજી નેશનલ હાઈવે કોરિડોર નર્મદા જિલ્લામાં માંથી પસાર થતો હોવાથી જીતનગર વાવડી અને વડિયાથી લઈ બોરિદ્રા ગામના 100 થી વધુ ખેડૂતોની એક હજાર એકરથી વધું જમીનો આ હાઈવેમાં જતી હોવાથી ખેડૂતોને સરકાર 3 રૂપિયે ફૂટ પ્રમાણે રૂપિયા આપવાની વાત કરે છે જ્યારે અહીંયા નર્મદા જિલ્લામાં 1000 થી 3000 સ્ક્વેરફૂટ ના ભાવ બોલાય છે. જંત્રી પણ સરકારે વધારી દીધી છે. જ્યારે સરકાર આદિવાસી વિસ્તારમાં વધારે ભાવ આપવાને કારણે સૌરાષ્ટ્રમાં જ્યાં સુખી સંપન્ન ખેડૂતોને ડબલ રૂપિયા આપે છે. ત્યારે આ બાબતે સાકાર કઈ વિચારે અને નર્મદા જિલ્લાના ખેડૂતોને પણ વધારે વળતર આપે એવી માગ સાથે ઉગ્ર રજૂ આત કરી હતી.





