ANANDDEDIAPADA

આણંદના કપાસીયા બજારમાં આધેડની જીવ લય લીધો : પથ્થર મારી જીવલેણ હુમલો, CCTVના આધારે આરોપીની શોધ તેજ

આણંદના કપાસીયા બજારમાં આધેડની જીવ લય લીધો : પથ્થર મારી જીવલેણ હુમલો, CCTVના આધારે આરોપીની શોધ તેજ઼

તાહિર મેમણ – આણંદ – 11/07/2026 -:આણંદ શહેરના કપાસીયા બજારમાં એક 55 વર્ષીય વ્યક્તિની પથ્થર મારી જીવ લય લેવાતા  ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસને વહેલી સવારે દુકાનના ઓટલા પાસે મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને શોધવા માટે કાર્યવાહી તેજ કરી છે.

 

પોલીસ તપાસ દરમિયાન મૃતકની ઓળખ ઉત્તર પ્રદેશના વતની ઓમપ્રકાશ દયાશંકર ચૌહાણ (ઉંમર 55) તરીકે થઈ હતી. તેઓ હાલમાં આણંદ શહેરમાં રહેતા હતા અને છૂટક પ્લમ્બિંગનું કામ કરીને જીવન ગુજારતા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

CCTV અને અન્ય પુરાવા પર પોલીસનું ધ્યાન

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે હુમલા માટે ભારે પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે આસપાસના વિસ્તારોમાંથી CCTV ફૂટેજ એકત્ર કર્યા છે અને ઘટના દરમિયાન કોણ હાજર હતું તેની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ફોરેન્સિક પુરાવા અને સાક્ષીઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

 

ઘટનાના કારણ અંગે વિવિધ પાસાઓની તપાસ પોલીસ હાલ હત્યા પાછળનું ચોક્કસ કારણ શોધી રહી છે. તપાસ દરમિયાન મૃતકના છેલ્લા કલાકોની હિલચાલ, સંપર્કમાં આવેલા લોકો તેમજ અન્ય સંજોગોની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તમામ દિશામાં તપાસ ચાલી રહી છે અને પૂરતા પુરાવા મળ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!