GUJARATTHARADVAV-THARAD

થરાદને મળ્યું ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની મોટી જાહેરાત

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

થરાદ શહેર માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ગણાય તેવી જાહેરાત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી છે. થરાદ મુકામે ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનના નિર્માણની જાહેરાત થતાં આંબેડકરવાદી સમાજ સહિત સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

લાંબા સમયથી થરાદ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નામે ભવન બનાવવાની માંગ ઉઠતી હતી. આ જાહેરાત બાદ હવે તે માંગ પૂર્ણ થવાની આશા વધુ મજબૂત બની છે.

સ્થાનિક આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓએ આ નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે આંબેડકર ભવન સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ વિવિધ જનહિતના કાર્યક્રમો માટે ઉપયોગી કેન્દ્ર બનશે. આ ભવન સમાજના લોકો માટે એક મહત્વપૂર્ણ સુવિધા સાબિત થશે.

હવે સ્થાનિકોમાં અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે તેમજ ટૂંક સમયમાં ભવનના નિર્માણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!