GUJARATSAGBARA

દેડિયાપાડા હોમગાર્ડ યુનિટ કચેરીના પટાંગણ માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો,

દેડિયાપાડા હોમગાર્ડ યુનિટ કચેરીના પટાંગણ માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો,

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધી : જેસિંગ વસાવા

 

દેડિયાપાડા, તા. 12 જુલાઈ: પર્યાવરણનું જતન અને હરિયાળું ભવિષ્ય નિર્માણના સંકલ્પ સાથે દેડિયાપાડા તાલુકાના નવાગામ સ્થિત સ્મશાન ખાતે ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ યુનિટના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ અને હોમગાર્ડ જવાનોએ વિવિધ જાતના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, “પર્યાવરણથી જ જીવન શક્ય છે. વૃક્ષો આપણને પ્રાણવાયુ, શુદ્ધ હવા અને સંતુલિત આબોહવા આપે છે. તેથી દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની જવાબદારી નિભાવવી જોઈએ.”

આ અભિયાન અંતર્ગત હોમગાર્ડ યુનિટ દ્વારા તાલુકાની વિવિધ જગ્યાઓએ પણ વૃક્ષારોપણ શરૂ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કર્મચારીઓએ વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું સંરક્ષણ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથે હરિયાળા અને સ્વચ્છ ગુજરાતના નિર્માણ માટે સૌને જોડાવા અપીલ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!