
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં બાયડ તાલુકામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ , આરોગ્ય વિભાગ એલર્ટ
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના એક ગામમાં બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. બાળકને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.
બાળકના સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થશે. હાલમાં આ કેસને શંકાસ્પદ તરીકે લેવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી ગામમાં સર્વેલન્સ શરૂ કરી દીધું છે. સાથે જ મચ્છર અને રેતીમાખીના ઉપદ્રવને નિયંત્રિત કરવા ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.હાલમાં આરોગ્ય વિભાગ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.





