GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:”મોરબીમાં ખાણ ખનીજ વિભાગના ચેકિંગ બાદ આક્રોશ: ‘કાયદેસર કામ કરનારાઓને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે'”રાકેશભાઈ

 

MORBI:”મોરબીમાં ખાણ ખનીજ વિભાગના ચેકિંગ બાદ આક્રોશ: ‘કાયદેસર કામ કરનારાઓને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે'”રાકેશભાઈ

 

ખેડૂત આંદોલન વચ્ચે ટીમડી પાટીયા પાસે કારુભાઈ અમૃતિયાના સ્ટોન ક્રશર પર ખાણ ખનીજની તપાસ: કારુભાઈનો તંત્ર સામે મોટો પડકાર

મોરબી: મોરબી પંથકમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે એક નવો વળાંક આવ્યો છે. ટીમડી પાટીયા પાસે આવેલ જાણીતા અગ્રણી કારુભાઈ અમૃતિયાના સ્ટોન ક્રશર પ્લાન્ટ પર ખાણ ખનીજ વિભાગ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સરકારી તપાસ બાદ કારુભાઈ અમૃતિયાએ મીડિયા સમક્ષ આવીને આક્રોશ વ્યક્ત કર્યો છે અને આ સમગ્ર પ્રક્રિયાને આંદોલન દબાવવાનો એક પ્રયાસ ગણાવ્યો છે.

ખાણ ખનીજ વિભાગની ટીમ જ્યારે સ્ટોન ક્રશર પર તપાસ માટે પહોંચી ત્યારે કારુભાઈ અમૃતિયા રૂબરૂ હાજર નહોતા, પરંતુ બાદમાં તેમણે અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ તપાસ અંગે વિગતો આપતા કારુભાઈએ જણાવ્યું હતું કે:તમામ બાબતો કાયદેસર છે: ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ પ્લાન્ટ પર આવીને રોયલ્ટી, ઉપલબ્ધ સ્ટોક અને ખાણમાંથી નીકળતા માલની ઝીણવટભરી તપાસ કરી લીધી છે. મારી લીઝ પર કંઈપણ ગેરકાયદેસર મળ્યું નથી.રોયલ્ટીની રકમ હંમેશા એડવાન્સ: હું કાયદાનું પાલન કરનારો નાગરિક છું. મારી રોયલ્ટી પેટે હંમેશા ₹5 લાખથી વધુની રકમ સરકારી ખાતામાં એડવાન્સ જમા જ હોય છે. આ પૂર્વે જ્યારે અમારું કામ રાજકોટ હેઠળ હતું, ત્યારે પણ ₹2 લાખ હંમેશા એડવાન્સ જમા રહેતા હતા.

મિલકત આપી દેવાનો ખુલ્લો પડકાર: જો કોઈ એમ સાબિત કરી આપે કે મેં કોઈની પાસે ₹500 ની પણ ખોટી માંગણી કરી છે અથવા ક્યાંય એક પણ રૂપિયો ગેરકાયદેસર કમાયો છું, તો હું મારા બાપ-દાદાની તમામ મિલકત આપી દેવા તૈયાર છું.

“આંદોલન તોડવા માટે તંત્ર દબાણ કરી રહ્યું છે”કારુભાઈ અમૃતિયાએ સીધો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હાલમાં જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, તેને કોઈપણ ભોગે તોડી પાડવા માટે તંત્ર દ્વારા આ પ્રકારની દબાણ લાવવાની રાજનીતિ કરવામાં આવી રહી છે.

“અમે દેશભક્તિ માટે બલિદાન આપવા તૈયાર છીએ, પણ દેશ કે નિયમો તોડવા વાળા નથી. કલેક્ટર કક્ષાએથી મંજૂરી હોવા છતાં કાયદેસર ચાલતા લોકોને ખોટી રીતે દબાવવામાં આવી રહ્યા છે. તંત્ર ગમે તેટલી તાકાત લગાવી લે, પણ જો તેઓ અમને હેરાન કરશે તો તેમની સામે પણ એટલી જ સહનશક્તિ હોવી જોઈએ. આ આંદોલન ન તો તૂટશે, ન અમે પાછા હટીશું.”

ખેડૂત આંદોલન વચ્ચે ટીમડી પાટીયા પાસે સ્ટોન ક્રશર પર થયેલી આ તપાસ બાદ સ્થાનિક રાજકારણ અને ઉદ્યોગ જગતમાં ભારે ગરમાવો આવી ગયો છે. હવે આગામી દિવસોમાં આ મામલે ખાણ ખનીજ વિભાગ અને વહીવટી તંત્ર શું વલણ અપનાવે છે તે જોવું રહ્યું.

Back to top button
error: Content is protected !!