BANASKANTHAGUJARATKANKREJ

થરા નગર પાલિકા પંડિત દિનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક ગ્રુહમા રક્તદાન કેમ્પ યોજાયો..

અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા,થરા સ્ટેટ માજીરાજવી એવમ પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, બનાસકાંઠા કારોબારી જિલ્લા પંચાયતના અધ્યક્ષ પ્રધાનજી ઠાકોર ની વિશેષ ઉપસ્થિતિમા ૧૩ મી જુલાઈ ૨૦૨૬

થરા નગર પાલિકા પંડિત દિનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક ગ્રુહમા રક્તદાન કેમ્પ યોજાયો..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ પંડિત દિન દયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક ગ્રુહ ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા,થરા સ્ટેટ માજીરાજવી એવમ પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, બનાસકાંઠા કારોબારી જિલ્લા પંચાયતના અધ્યક્ષ પ્રધાનજી ઠાકોર ની વિશેષ ઉપસ્થિતિમા ૧૩ મી જુલાઈ ૨૦૨૬ ના રોજ ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો હતો.ભારતીય જનસંઘ ના સ્થાપક,રાષ્ટ્રવાદના પ્રખર પુરોધા ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી ની ૧૨૫ મી જન્મ જયંતિ વર્ષ સ્મુર્તિ સેવા પખવાડિયા તથા બલિદાન દિવસ ઉજવણી નિમિત્તે કાંકરેજ વિધાનસભા ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.રાઘવેન્દ્ર જોષી ના મુખારવિંદે મંત્રોચ્ચાર સાથે ઉપસ્થિત મહાનુભાવોન હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્મ ની શરૂઆત કરવામાં આવેલ. બનાસ બ્લડ બેંક પાલનપુર ના નીખિલભાઈ ગૌસ્વામી સહીત તેમની ટીમ દ્વારા ૮૦ બોટલ બલ્ડ એકત્રિત કરવામાં આવ્યું હતું.રક્તદાન શિબિરમાં ભાગ લઈ “એક બુંદ રક્ત,અનેક જીવનની આશા” સૂત્ર સાર્થક કરવા માટે કટીબધ્ધ જોવા મળ્યા હતા.બ્લડ ડોનેટ કરનાર દરેક વ્યક્તિને પ્રશંસા પ્રમાણપત્ર અને ટ્રોલી બેગ ભેટ આપવામાં આવેલ.આ પ્રસંગે થરા માર્કેટ યાર્ડના વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી,તાણા પૂર્વસરપંચ દશરથભાઈ ઠક્કર, બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ પૂર્વપ્રમુખ નિરંજનભાઈ ઠક્કર,બનાસકાંઠા જિલ્લા ભાજપ મંત્રી શરદભાઈ સાંપરિયા,પાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, કોર્પોરેટરો મહેન્દ્રસિંહ વાઘેલા, આર.ડી.પટેલ,બાબુભાઈ દેસાઈ,અમરતભાઈ દેસાઈ, ઓડિટર હિતેષભાઈ મોચી,થરા શહેર ભાજપ પૂર્વપ્રમુખ ભુપેન્દ્રસિંહ પરમાર,મહામંત્રી રાઘવેન્દ્ર જોષી,ઓગડ તાલુકા ભાજપ ઉપપ્રમુખ સી.વી.ઠાકોર, દશરથજી ઠાકોર,ખેડૂત અગ્રણી રાજુભાઈ અણદાભાઈ ચૌધરી, થરા શહેર ભાજપા યુવા મોરચા ના પ્રમુખ અંકુરભાઈ ઠક્કર,પૂર્વ પ્રમુખ લાલસિંહ વાઘેલા,મહા મંત્રી દિપકકુમાર પરમાર(વજીર) સહીત ભાજપા ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!