GUJARATSINORVADODARA

શિનોર તાલુકાના પુનિયાદ ગામે ગ્રીન પુનિયાદ ટીમના યુવાનોએ મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કર્યું..


ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકાના પુનિયાદ ગામે છેલ્લા ચાર વર્ષથી સતત વૃક્ષારોપણ અને તેના ઉછેરનું પ્રશંસનીય કાર્ય કરતી ગ્રીન પુનિયાદ ટીમ દ્વારા આજે પાંચમા વર્ષમાં પ્રવેશ સાથે પુનિયાદ ગામના નવનિર્મિત મુક્તિધામ ખાતે વિવિધ પ્રકારના વૃક્ષો અને ફૂલછોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ગ્રીન પુનિયાદ ટીમના યુવાનો છેલ્લા ચાર વર્ષથી ગામના વિવિધ જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરી તેનું જતન અને ઉછેર કરી રહ્યા છે. આ પરંપરાને આગળ વધારતા આજે પણ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા મુક્તિધામ ખાતે વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.
ગ્રીન પુનિયાદ ટીમના યુવાનોના સતત પાંચ વર્ષથી ચાલી રહેલા આ સેવાકીય અને પર્યાવરણલક્ષી કાર્યએ માત્ર પુનિયાદ ગામ જ નહીં, પરંતુ સમગ્ર શિનોર તાલુકા તેમજ વડોદરા જિલ્લામાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને હરિયાળી વધારવાનો પ્રેરણાદાયક સંદેશ પાઠવ્યો છે.

Back to top button
error: Content is protected !!