Dhoraji: ધોરાજી પાસેનો ભાદર-૨ ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા પાંચ દરવાજા ખોલાયાઃ નદી પટમાં અવરજવર નહીં કરવા એલર્ટ

તા.૨૪/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
હેઠવાસના વિવિધ ગામોને સલામત સ્થળે ખસી જવા સૂચના જારી કરાઈ
Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલો ભાદર-૨ ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે. આથી રૂલ લેવલ જાળવવા સવારે ૧૦.૪૫ કલાકે ડેમના પાંચ દરવાજા ૧.૮૨ મીટર ખોલવામાં આવ્યા છે. આથી નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તથા નીચેના અસરગ્રસ્ત ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના જારી કરવામાં આવી છે.
જેમાં ધોરાજીના ૧. ભોળા, ૨. ભલ ગામડા, ૩. છાડવાવદર, ૪. સુપેડી, ઉપલેટા તાલુકાના ૫. ડુમીયાણી તથા આસપાસના વિસ્તારો, ૬. ચિખલિયા, ૭. સમઢિયાળા, ૮. ગણોદ, ૯. ભીમોરા, ૧૦. ગઢા, ૧૧. ગાંદોદ, ૧૨. હાડફોડી, ૧૩. ઈસરા, ૧૪. કુંઢેચ, ૧૫.લાઠ, ૧૬. મેલી (મજેઠી), ૧૭. નિલાખા, ૧૮.તલગાણા, ૧૯. ઉપલેટા, જ્યારે પોરબંદર કુતિયાણાના ૧. ભોગસર, ૨. બિલડી, ૩. ચૌટા, ૪. છત્રાવા, ૫.કટવાણા, ૬.કુતિયાણા, ૭.માંડવા, ૮.પસવારી, ૯. રોઘડા, ૧૦. સેગ્રાસ, ૧૧. થાપડા માણાવદર, ૧૨.ચીલોદરા, ૧૩. રોઘડા, ૧૪. વડાસડા, ૧૫. વેકરી પોરબંદર, ૧૬. ચીકાસા, ૧૭. ગારેજ, ૧૮. મિતરાળા, ૧૯. નવી બંદર ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.
ડેમની પૂર્ણ જળસપાટી ૫૩.૧ મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર ૫૨.૫ મીટર છે. ડેમમાં હાલ કુલ જળજથ્થો ૪૩.૪ ઘનમીટર છે. ડેમમાં નીરની આવક તથા જાવક ૪૦૬૦૪ ક્યુસેક છે, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.



