GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગોમટા-નિલાખા ભાદર ડેમ રોડ પર ખાડાને તત્કાલ બુરી વાહન વ્યવહાર પુન: શરૂ કરાયો

તા.૨૫/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરી

Rajkot: રાજકોટ જિલ્લામાં વરસાદના કારણે નવાગામ પાસે આવેલા પૂરના કારણે ગતરોજ ગોમટા-નિલાખા ભાદર ડેમ ( સેક્શન-૧) રોડ પર રાજાશાહી વખતની પ્રોટેક્શન દિવાલનો હિસ્સો તૂટી ગયો હતો. જેના કારણે રોડની સાઈડમાં મોટો ખાડો પડી જતા વાહન વ્યવહાર માટે મુશ્કેલી સર્જાઈ હતી.

આ અંગે રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગે તત્કાલ કામગીરી શરૂ કરી હતી અને અહીં પડેલા મોટા ખાડામાં હાર્ડ રબ્બર સ્ટોન અને મોરમ પુરીને રોડને સમથળ બનાવી દીધો. જેના પગલે અહીં વાહન વ્યવહાર પુનઃ સુરક્ષિત રીતે શરૂ થઈ ગયો છે.

Back to top button
error: Content is protected !!