MORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેરની રાતીદેવડી શાળાનો કમ્પાઉન્ડ વોલ સાંસદ કેસરીદિવસિંહ ઝાલાના અનુદાનથી બનાવાયો.

 

WAKANER:વાંકાનેરની રાતીદેવડી શાળાનો કમ્પાઉન્ડ વોલ સાંસદ કેસરીદિવસિંહ ઝાલાના અનુદાનથી બનાવાયો.

 

સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાની ૪.૫૦ લાખની ગ્રાન્ટમાંથી રાતીદેવડી પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલનું કામ સફળતાપૂર્વક પૂર્ણ:

વાંકાનેરના રાતીદેવડી શાળા પરિવાર દ્વારા સાંસદ કેસરીદેવસિંહનો આભાર વ્યક્ત કરાયો.

વાંકાનેર (રાતીદેવડી):વાંકાનેર તાલુકાની રાતીદેવડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષા અને શાળાના સુચારુ સંચાલન માટે અત્યંત જરૂરી એવી કમ્પાઉન્ડ વોલ (સીમા ભીંત) નું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયેલ છે.

શાળાની આ પ્રાથમિક અને મહત્વની જરૂરિયાતને ધ્યાને લઈ રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા પોતાની સાંસદ ગ્રાન્ટમાંથી ₹૪,૫૦,૦૦૦/- (ચાર લાખ પચાસ હજાર રૂપિયા) ની માતબર રકમ ફાળવવામાં આવી હતી. ગ્રાન્ટ મંજૂર થતાં જ કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યું છે.

શાળામાં કમ્પાઉન્ડ વોલ બની જવાથી હવે નાના – નાના ભૂલકાંઓ માટે એક સંપૂર્ણ સુરક્ષિત, સુસજ્જ અને ભયમુક્ત શૈક્ષણિક વાતાવરણ ઊભું થયું છે. શિક્ષણ ક્ષેત્રે તથા ગામડાની શાળાના વિકાસમાં સાંસદશ્રીના આ પ્રશંસનીય અને સરાહનીય યોગદાન બદલ રાતીદેવડી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, સમસ્ત શિક્ષક પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા સાંસદશ્રી કેશરીદેવસિંહજી ઝાલાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!