
ભાલોદ ટેકરા મસ્જિદ ખાતે રક્તદાન શિબિર યોજાઈ, મોટી સંખ્યામાં યુવાનો જોડાયા…







ઝઘડિયા તાલુકાના ભાલોદ ટેકરા મસ્જિદ ખાતે MSC ખિદમતે ખલ્ક ગ્રુપ સિનોર અને અલી વાલે ગ્રુપ ભાલોદ દ્વારા યુનિટી બ્લડ બેન્ક, ભરૂચના સહયોગથી માનવ સેવાના હેતુથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન શિબિરમાં ભાલોદ, ટેકરા, રુંઢ, કસ્બા, તરસાલી, ટોઠીદ્રા સહિત આસપાસના ગામોના નવયુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવ સેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ, ભાજપ આગેવાન વિક્રમસિંહ રાજ, સૈયદ મુન્ના બાપુ, સૈયદ સાજીદ બાપુ, તરસાલી ગામના આગેવાન સૈયદ અબ્દુલ કાદર બાપુ, માજી સરપંચ હુસેનભાઈ શેખ, કાદરભાઈ શેખ, રમેશભાઈ માછી, યુસુફભાઈ સહિત ભાલોદ ટેકરા અને આસપાસના ગામોના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવોએ અલી વાલે ગ્રુપ અને MSC ખિદમતે ખલ્ક ગ્રુપ દ્વારા કરવામાં આવેલી આ સેવાકીય કામગીરીને બિરદાવી હતી. રક્તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણારૂપ બની રહે છે અને જરૂરિયાતમંદ દર્દીઓને જીવન બચાવવામાં મદદરૂપ થાય છે.
રક્તદાન શિબિરમાં જોડાઈ રક્તદાન કરનાર તમામ યુવાનોનો અલી વાલે ગ્રુપ ભાલોદ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં સૌને જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી.માનવ સેવાના સંદેશ સાથે યોજાયેલી આ રક્તદાન શિબિરમાં યુવાનોની મોટી સંખ્યામાં ભાગીદારી જોવા મળી હતી.
ઈરફાન ખત્રી
રાજપારડી




