GANDHINAGAR:ગાંધીનગર પત્રકાર સુરક્ષા કાનૂનને વધુ મજબૂત બનાવવા ગાંધીનગરમાં ઐતિહાસિક રાષ્ટ્રીય પત્રકાર સંમેલન

GANDHINAGAR:ગાંધીનગર પત્રકાર સુરક્ષા કાનૂનને વધુ મજબૂત બનાવવા ગાંધીનગરમાં ઐતિહાસિક રાષ્ટ્રીય પત્રકાર સંમેલન
દેશભરના પત્રકારો બનશે ABPSS ગુજરાતના મહેમાન, સ્વાગતની તૈયારીઓ પૂર્ણ
ગાંધીનગર, તા. 24 જુલાઈ, 2026
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS) ગુજરાત પ્રદેશ દ્વારા પત્રકારોના હક્ક, સુરક્ષા અને પત્રકાર સુરક્ષા કાનૂનને વધુ મજબૂત બનાવવા માટે આગામી તા. 28 જુલાઈ, 2026 (મંગળવાર) બપોરે 2:30 કલાકે ગાંધીનગર ખાતે ભવ્ય રાષ્ટ્રીય પત્રકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઐતિહાસિક સંમેલનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પત્રકારો તા. 26 જુલાઈથી ગુજરાતમાં આગમન કરશે ABPSS ગુજરાતના તમામ હોદ્દેદારો અને પત્રકાર સભ્યો દિવસ-રાત કાર્યરત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. ગુજરાતના તમામ પત્રકાર મિત્રો તથા સંગઠનના સભ્યોને અપીલ કરી છે કે તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક અભિયાનને સફળ બનાવે તેમજ ભવિષ્યમાં પત્રકારોના હક્ક, સુરક્ષા અને સન્માન માટે યોજાનારા દરેક કાર્યક્રમમાં સક્રિય સહભાગી બની સંગઠનની એકતાને વધુ મજબૂત બનાવે.
કાર્યક્રમની વિગતો તારીખ: 28 જુલાઈ, 2026 (મંગળવાર)
સમય: બપોરે 2:30 કલાકે સ્થળ: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, વૈષ્ણોદેવી મંદિર સામે, ગાંધીનગર-સરખેજ હાઈવે, જાસપુર (ગાંધીનગર)









