GUJARATKHERGAMNAVSARI

વલસાડ છીપવાડ ખાતે આદિવાસી યુવાનોનો શ્રમદાન યજ્ઞ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ – ખેરગામ

 

સ્વચ્છતા ત્યાં પ્રભુતા સૂત્રને સાર્થક કરતા નીલમભાઈ ખોબાની ટીમમાં સહભાગી બનવું અમારું અહોભાગ્ય – ડો. નિરવ ભુલાભાઈ પટેલ

વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ છીપવાડ વિસ્તારમાં 10થી 12 ફૂટ સુધી પાણી ભરાતા કરોડો રૂપિયાનું અનાજ બરબાદ થયું હતું. સડેલા અનાજના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સેવાભાવી સંચાલક નીલમભાઈ પટેલ અને તેમની ટીમે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.આ અભિયાનમાં સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના પ્રમુખ ડો. નિરવ ભુલાભાઈ પટેલ સહિત મુકેશભાઈ, તિલકભાઈ, ભાવેશ, હર્ષદભાઈ, મનીષભાઈ, પથીક તથા અન્ય યુવાનો જોડાઈ શ્રમદાન કર્યું હતું. નીલમભાઈ પટેલની ટીમના રાજ, ચિરાગ, અજય તેમજ એનએસએસના સ્વયંસેવકોએ પણ ઉત્સાહપૂર્વક સફાઈ કામગીરીમાં ભાગ લીધો હતો. ડો. નિરવ ભુલાભાઈ પટેલે જણાવ્યું હતું કે, **”સ્વચ્છતા ત્યાં પ્રભુતા”**ના સૂત્રને સાર્થક કરતી નીલમભાઈ પટેલની ટીમ સાથે સેવા કાર્યમાં જોડાવું અમારા માટે ગૌરવ અને અહોભાગ્યની વાત છે.સફાઈ અભિયાન દરમિયાન અનેક સ્થળોએ બગડેલા અનાજ અને પૂરગ્રસ્તોની વ્યથા જોઈ સામાજિક આગેવાનોએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે નગરપાલિકા દ્વારા વહેલી તકે અસરગ્રસ્ત વિસ્તારોમાં સંપૂર્ણ સફાઈ કરાવી રોગચાળો ફેલાતો અટકાવવા જરૂરી પગલાં ભરવા તેમજ સરકાર દ્વારા પૂરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવાની આશા વ્યક્ત કરી હતી.

Back to top button
error: Content is protected !!