AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં ભૂકંપ અંગે સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ અફવા:-જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટની સ્પષ્ટતા..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

દક્ષિણ ગુજરાત સહિત ડાંગ જિલ્લાનાં સોશિયલ મીડિયા ગૃપોમાં ડી.એન.આર.સી. (Dang Nature Research Centre)ના નામે ડાંગ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે.આ પોસ્ટમાં દર્શાવવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે ભ્રામક અને અફવાજનક છે.ડાંગ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન (District Disaster Management Authority) દ્વારા આ અંગે તાત્કાલિક ગાંધીનગર સ્થિત સંબંધિત ઉચ્ચ કચેરી સુધી તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન ડાંગ જિલ્લામાં ભૂકંપ નોંધાયો હોવાની કોઈ સત્તાવાર માહિતી કે પુષ્ટિ પ્રાપ્ત થઈ નથી.જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે આવી બિનઆધારભૂત અને ભ્રામક પોસ્ટો પર વિશ્વાસ ન કરે તેમજ સોશિયલ મીડિયામાં આવી અફવાઓને શેર કરવાથી દૂર રહે. કોઈપણ ઘટના અંગે માત્ર સરકારી વિભાગો અને અધિકૃત સ્ત્રોતો દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પર જ વિશ્વાસ રાખવો.જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા વધુમાં જણાવ્યું છે કે ગાંધીનગરથી રોજેરોજ રિપોર્ટકાર્ડ અપડેટ થાય છે.આવી કોઈ ઘટના કે બનાવ સામે આવ્યો નથી.રાજય સરકારનું ડિઝાસ્ટર વિભાગ એલર્ટ મોડમાં જ હોય છે.જેથી લોકોમાં ગેરસમજ અને ભય ફેલાવવાના હેતુથી ખોટી માહિતી પ્રસારિત કરનાર આવા  ગ્રુપો સામે ધ્યાન આપવુ નહીંનો અનુરોધ કરાયો છે..

Back to top button
error: Content is protected !!