GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI “કલેક્ટર સાહેબ, ઓફિસ છોડીને એક વાર મોરબી રાજકોટ રોડ પર આવો – મહેશ રાજકોટીયા

 

MORBI “કલેક્ટર સાહેબ, ઓફિસ છોડીને એક વાર મોરબી રાજકોટ રોડ પર આવો – 10 વર્ષથી રિબાતી જનતા, 5 10 ફૂટના ખાડા અને તમારું સુતું તંત્ર”- મહેશ રાજકોટીયા*

 

 

ગુજરાત સરકાર દરરોજ “સુશાસન” ની વાત કરે છે. પરંતુ મોરબી જિલ્લાના કલેક્ટરશ્રી અને તંત્રના નાક નીચેથી પસાર થતો *રાજકોટ-મોરબી સ્ટેટ હાઇવે છેલ્લા 10 વર્ષથી મોતનો ખાડો બન્યો છે.

આપ શાળાઓ, હોસ્પિટલો, જેલ,સરકારી કચેરીઓમાં સરપ્રાઈઝ નિરીક્ષણ કરીને વાહવાહી લૂંટો છો. જનતા આપના આ કામની પ્રશંસા પણ કરે છે.

પરંતુ સાહેબ, શું આપને ક્યારેય એવું નથી લાગ્યું કે એક વાર આ જનતાના રોડનું પણ સરપ્રાઈઝ નિરીક્ષણ કરો?

પંચાસર ચોકડી થી સનાળા, લજાઈ, ટંકારા* થઈને જતો આ રાજકોટ-મોરબીનો “મોર્ડન હાઇવે” આજે *2 થી 5 ફૂટના ખાડા* થી ભરેલો છે. આ રોડ નથી સાહેબ, આ ખુલ્લી કબ્ર છે.

આપ એક વાર પોતે ગાડીમાં બેસીને આ રોડ પર આવો. ભાજપ સરકારના વિકાસના નમૂનારૂપી રોડ નો નજારો જાતે જોશો તો આપને પણ શરમ આવશે.

10 વર્ષનો ઘોર અન્યાય:આ હાઇવેને બનતા 10 વર્ષ થયા, છતાં કામ પૂર્ણ નથી.ગત વર્ષે અમે એક મહિનો તંત્રના ધક્કા ખાધા. ત્યારે માંડ-માંડ થીગડાં માર્યા. પરિણામ? *એના એ જ ખાડા.*

અને છેલ્લા એક વર્ષથી તંત્ર એક જવાબ આપે છે – “રાજકોટથી મોરબી રિસરફેસિંગની મંજૂરી મળી ગઈ છે”.

*સવાલ એ છે કે એ મંજૂરી ગઈ ક્યાં? રોડ પર તો કામ દેખાતું જ નથી. બધું ફક્ત ફાઈલોમાં જ ચાલે છે.* મહેશ રાજકોટિયાનો આક્રોશ:”ફાઈલોમાં રાચતા અધિકારીઓ, હવે હદ વટાવી ચૂક્યા છો. હવે તમારી ખેર નથી.”

“કલેક્ટર સાહેબ, આપ જિલ્લાના વડા છો. જનતાના જીવની જવાબદારી આપની છે. જો આપ 48 કલાકમાં આ રોડની તાત્કાલિક મરામતના આદેશ નહીં આપો તો અમે માનીશું કે આપને પણ જનતાના જીવની કોઈ કિંમત નથી.”

 

“આ ખાડા કુદરતી નથી. આ તંત્રની માનવસર્જિત બેદરકારી છે. જો આ ખાડાના કારણે કોઈનું મૃત્યુ થશે તો અમે ભારતીય ન્યાય સંહિતા કલમ 106 મુજબ જિલ્લા વહીવટી તંત્ર અને જવાબદાર અધિકારીઓ સામે ‘બેદરકારીથી મૃત્યુ’ નો ગુન્હો દાખલ કરીશું.”

અમને ભાષણો નહીં, રોડ જોઈએ. વાયદા નહીં, ડામર જોઈએ.”

અંતિમ માંગણીઓ:1. માનનીય કલેક્ટરશ્રીએ આગામી 48 કલાકમાં રોડનું સ્થળ નિરીક્ષણ કરી તાત્કાલિક મરામતના આદેશ આપવા.

2. 15 દિવસમાં સમગ્ર હાઇવેના રી-સર્ફેસિંગનું કામ શરૂ કરવું.

3. 10 વર્ષની બેદરકારી માટે જવાબદારો સામે તાત્કાલિક સસ્પેન્શન અને તપાસ.

જો તંત્ર નહીં જાગે તો જનતા રસ્તા પર ઉતરીને જગાડશે.

1. “કલેક્ટર સાહેબ, ઓફિસ છોડો – 10 વર્ષથી ખાડામાં રિબાતી જનતા બચાવો – મહેશ રાજકોટિયા”

2. “5 ફૂટના ખાડા, 0 કામ, 10 વર્ષ – મોરબી કલેક્ટરના નાક નીચેથી પસાર થતો મોતનો હાઇવે”

“કલેક્ટર સાહેબને વિનંતી છે કે એક વાર આ રોડ પર આવો. જો 48 કલાકમાં કામ નહીં થાય તો અમે માનવ વધનો કેસ કરીશું. કારણ કે હવે જનતાના જીવ સસ્તા નથી!”

Back to top button
error: Content is protected !!