GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સનપેલેસ સનરાઇઝ પાર્કના પાર્કિંગમાંથી બાઈકની ચોરી, પોલીસમાં ફરિયાદ નોંધાઈ

 

MORBI:મોરબી સનપેલેસ સનરાઇઝ પાર્કના પાર્કિંગમાંથી બાઈકની ચોરી, પોલીસમાં ફરિયાદ નોંધાઈ

મોરબીના નાની કેનાલ રોડ પર આવેલા રેસિડેન્શિયલ વિસ્તારમાંથી બાઈક ચોરીનો બનાવ સામે આવ્યો છે. સનપેલેસ સનરાઇઝ પાર્ક ગેટ નં. ૨ના પાર્કિંગમાં પાર્ક કરેલું હોન્ડા સીબી સાઈન બાઈક અજાણ્યા તસ્કરો ચોરી જતાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેસીયા ગામના વતની અને હાલ મોરબીના નાની કેનાલ રોડ સ્થિત સનપેલેસ સનરાઇઝ પાર્કમાં રહેતા ગૌતમભાઈ વેલજીભાઈ ગોધાણીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમણે પોતાનું ગ્રે રંગનું હોન્ડા સીબી સાઈન મોટરસાયકલ (રજી. નં. જીજે-૧૦-ડીબી-૯૯૬૯, કિંમત રૂ. ૬૫,૦૦૦) પંચાસર રોડથી નાની કેનાલ રોડ વચ્ચે આવેલા પોતાના સોસાયટીના ગેટ નં. ૨ના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું. ગત તા. ૨૩/૦૭ના રોજ રાત્રિના ૨:૧૫ થી ૨:૨૦ વાગ્યાના ટૂંકા ગાળા દરમિયાન અજાણ્યા ચોર ઇસમોએ બીજી ચાવી વડે બાઈક ચાલુ કરી તેની ચોરી કરી ભાગી છૂટ્યા હતા.બાઈક માલિકની ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચોરો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે સોસાયટી તેમજ આસપાસના સીસીટીવી ફુટેજ ચકાસીને ચોરોનું સુરાગ મેળવવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!