GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સો ઓરડી વિસ્તારના યુવકનું બીમારીના કારણે સારવાર દરમિયાન મોત

MORBI:મોરબી સો ઓરડી વિસ્તારના યુવકનું બીમારીના કારણે સારવાર દરમિયાન મોત
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા મોરબી-૨, સો ઓરડી ચામુંડાનગર ખાતે રહેતા એક યુવકનું બીમારીના કારણે સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે.
મળતી માહિતી મુજબ, સો ઓરડી વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષીય કીરણકુમાર ખેંગારભાઈ મકવાણા નામના યુવકને બીમારી સબબ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પિતા દ્વારા આપવામાં આવેલી વિગતોના આધારે મોરબી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોત (અ.મોત) અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ શરૂ કરી છે.









