GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના સરતાનપર પાસે અમોરા ટાઇલ્સમાં વીજશોક લાગતાં ૨૩ વર્ષીય ફિટરનું કરુણ મોત

 

WAKANER:વાંકાનેરના સરતાનપર પાસે અમોરા ટાઇલ્સમાં વીજશોક લાગતાં ૨૩ વર્ષીય ફિટરનું કરુણ મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલી અમોરા ટાઇલ્સ નામના કારખાનામાં કામ દરમિયાન એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. ગ્રાઇન્ડર મશીન વડે લોખંડ કાપી રહેલા એક યુવાન ફિટરને અચાનક ભારે વીજશોક લાગતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના વતની અને હાલ અમોરા ટાઇલ્સના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા ૨૩ વર્ષીય યુવક અમિતસિંહ શીવકુમારસિંહ પરીહાર કારખાનામાં ફિટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ જ્યારે ગ્રાઇન્ડર વડે લોખંડ કાપવાનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક વીજપ્રવાહ ચાલુ થઈ જતાં કે શોર્ટ સર્કિટ થતાં તેમને જોરદાર વીજશોક લાગ્યો હતો. વીજશોક એટલો તીવ્ર હતો કે અમિતસિંહનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોત (અ.મોત) અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ૨૩ વર્ષીય યુવાનના અચાનક અવસાનથી શ્રમિક પરિવાર અને કારખાનાના અન્ય કર્મચારીઓમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

Back to top button
error: Content is protected !!