MEHSANAVIJAPUR

વિજાપુરમાં મચ્છીના પૈસાની લેવડદેવડ મામલે મારામારી, બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઈ

વિજાપુરમાં મચ્છીના પૈસાની લેવડદેવડ મામલે મારામારી, બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ચક્કર વિસ્તારમાં આવેલી એક ફિશ સેન્ટર દુકાને મચ્છીના પૈસાની ઓનલાઈન લેવડદેવડને લઈને થયેલી બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ઘટનાને પગલે બંને પક્ષોએ એકબીજા સામે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રો ના જણાવ્યા મુજબ શહેરમાં રબારીવાસ વિસ્તારમાં રહેતા ફોટોગ્રાફર ભુપેન્દ્રકુમાર નટવરલાલ વાઘેલા રવિવાર ના રોજ સવારે આશરે 11 વાગ્યે ચક્કર વિસ્તારમાં આવેલી અલી ફિશ સેન્ટર દુકાને મચ્છી ખરીદવા ગયા હતા. મચ્છીના રૂ.340 ગૂગલ પે દ્વારા ટ્રાન્સફર કર્યા હોવા છતાં રકમ જમા ન થઈ હોવાનું દુકાનદારે જણાવ્યું હતું. ત્યારબાદ અગાઉના રૂ.250 સહિતની રકમ ફરી ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. આ મુદ્દે થયેલી બોલાચાલી દરમિયાન દુકાનદાર સફીક અહેમદભાઈ કુરેશી અને તેમના પુત્ર અકીલ કુરેશીએ ગાળો બોલી ભુપેન્દ્ર વાઘેલા અને તેમના પુત્ર ભાવીન વાઘેલા સાથે મારામારી કરી પિતા પુત્ર ને ઇજાઓ કરતા ઇજાગ્રસ્ત પિતા-પુત્રે વિજાપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જ્યારે બીજી તરફ, અકીલમહમદ સફીકભાઈ કુરેશીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મચ્છીના પૈસા અને અગાઉના બાકી રહેલા રૂ.250ની ઉઘરાણી દરમિયાન ભુપેન્દ્ર વાઘેલાના પુત્ર ભાવીને ફોન પર ગાળો બોલી બાદમાં દુકાને આવી ઝપાઝપી કરી હતી. મારામારી દરમિયાન અકીલ કુરેશીને દુકાનના કાઉન્ટર સાથે અથડાતા જમણા હાથના કોણીમાં ઈજા પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવને લઈને પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે સામસામી ગુના નોંધ્યા છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!