MORBIMORBI CITY / TALUKO

MORBI :મોરબી ‘ખેલ મહાકુંભ ૨૦૨૫’ ના જે વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર હજુ ન મળ્યું હોય તેમણે ૨૯ જુલાઈ સુધીમાં બેંક વિગતો જમા કરાવવાની રહેશે

 

MORBIમોરબી ‘ખેલ મહાકુંભ ૨૦૨૫’ ના જે વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર હજુ ન મળ્યું હોય તેમણે ૨૯ જુલાઈ સુધીમાં બેંક વિગતો જમા કરાવવાની રહેશે

તાલુકા અને જિલ્લા કક્ષાના જે ખેલાડીઓના ખાતામાં ઇનામી રકમ જમા ન થઈ હોય તેમણે જરૂરી આધાર-પુરાવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે રજૂ કરવા

મોરબી જિલ્લામાં ‘ખેલ મહાકુંભ ૨૦૨૫’ અંતર્ગત તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓની ઇનામી રકમની સુચારુ ચુકવણી અન્વયે ખેલ મહાકુંભ ૨૦૨૫ માં વિજેતા બનેલા જે ખેલાડીઓના બેંક ખાતામાં આજદિન સુધી રોકડ પુરસ્કારની રકમ જમા થઈ નથી, તેવા ખેલાડીઓને તાકીદે જરૂરી આધાર-પુરાવા જમા કરાવવાના રહેશે.

 

આવા તમામ વિજેતા ખેલાડીઓએ તા. ૨૯/૦૭/૨૦૨૬ ના રોજ બપોરે ૨:૦૦ કલાક પહેલાં પોતાના રજીસ્ટ્રેશન સ્લીપની નકલ તથા બેંક વિગત (કેન્સલ ચેક અથવા પાસબુકના પ્રથમ પાનાની નકલ) રૂબરૂ અથવા ટપાલ મારફતે ‘જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ઓમ શાંતિ પ્રિ-સ્કૂલ સામે, સૂર્યકીર્તિ-૧, મહારાણા પ્રતાપ સર્કલ પાસે, મોરબી-૨’ ખાતે જમા કરાવવાની રહેશે. નિયત સમયમર્યાદા સુધીમાં માહિતી પૂરી ન પાડનાર ખેલાડીઓના રોકડ પુરસ્કાર અંગે કચેરીની કોઈ જવાબદારી રહેશે નહીં, તેમ જિલ્લા રમતગમત અધિકારીશ્રી વી.પી. જાડેજાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!