દિયોદર વિસ્તારમાં સંભવિત ભારે વરસાદને પગલે વહીવટી સજ્જ ઈમરજન્સી બેઠક યોજાઈ
દિયોદર વિસ્તારમાં સંભવિત ભારે વરસાદને પગલે વહીવટી સજ્જ ઈમરજન્સી બેઠક યોજાઈ

પ્રતિનિધિ – દિયોદર ફોટો. અહેવાલ. કલ્પેશ બારોટ
ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને પ્રાંત અધિકારી ડી. એન. કાછડ ની ઉપસ્થિતિમાં પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરાઈ; વીજળી અને આરોગ્ય સેવાઓ સતત ચાલુ રાખવા સૂચના
વાવ-થરાદ જિલ્લાના દિયોદર પંથકમાં હવામાન વિભાગ દ્વારા સંભવિત અતિભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણ પણે હાઈએલર્ટ મોડ પર આવી ગયું છે. વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે દિયોદર પ્રાંત કચેરી ખાતે તાત્કાલિક અસર થી એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
પ્રાંત અધિકારી ડી. એન. કાછડ ના અધ્યક્ષસ્થાને અને સ્થાનિક દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં lવિસ્તારના તમામ બિન-સચિવાલયી અને લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ lબેઠકમાં સંભવિત આફત સામે તંત્રની પૂર્વ તૈયારીઓ અંગે વિગતવાર lચર્ચા-વિચારણા કરી જરૂરી રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.
અતિભારે વરસાદ અને વાવાઝોડા જેવી lસ્થિતિમાં પણ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાય નહીં અને જો ક્યાંક ખામી સર્જાય તો તાત્કાલિક ધોરણે તેનું નિવારણ lકરી વીજળી કાર્યરત રાખવા વીજ કંપનીના અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી
ઈમરજન્સી સ્થિતિમાં આરોગ્ય વિષયક સેવાઓ તાત્કાલિક મળી રહે તે માટે પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો પર જરૂરી દવાઓ, એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ તૈયાર રાખવા આદેશ કરાયા છે.
વાવ-થરાદ જિલ્લાના lદિયોદર પંથકના સરહદી અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવા તેમજ જરૂર પડે ત્યાં સ્થળાંતર અને રાહત-બચાવ કામગીરી માટે ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
બેઠકના અંતે વહીવટી તંત્ર અને ધારાસભ્યશ્રી દ્વારા પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે કે, અતિભારે વરસાદની શક્યતાઓને જોતાં lતમામ નાગરિકોએ સાવચેતી રાખવી અને બિનજરૂરી ઘરની lબહાર નીકળવાનું ટાળવું. કોઈ પણ ઈમરજન્સી સ્થિતિમાં તંત્રનો સંપર્ક કરવા અને અફવાઓ થી દૂર રહેવા પણ જણાવાયું છે.



