GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરની ઇન્દુબેન મહેતા કોલેજ ખાતે ‘જેન્ડર સેન્સિટાઇઝેશન’ વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

 

WAKANER:વાંકાનેરની ઇન્દુબેન મહેતા કોલેજ ખાતે ‘જેન્ડર સેન્સિટાઇઝેશન’ વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત વાંકાનેર સ્થિત શ્રીમતી ઇન્દુબેન મગનલાલ મહેતા કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે લિંગ સંવેદનશીલતા (જેન્ડર સેન્સિટાઇઝેશન) વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્ત્રી-પુરુષ સમાનતા, પરસ્પર આદરભાવ, મહિલાઓના અધિકારો અને ભેદભાવમુક્ત સમાજના નિર્માણ અંગે વ્યવહારુ ઉદાહરણો સાથે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉપરાંત, કાર્યસ્થળ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓ માટે સન્માનજનક વાતાવરણ ઊભું કરવામાં યુવાવર્ગની જવાબદારી અંગે સમજ આપવામાં આવી હતી.

કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી શીતલબેન શાહ, અધ્યાપકગણની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!