GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પડધરીમાં ડેમસાઇટથી ખોડાપીપર રોડ પર સાઇડ સોલ્ડર અને પેચવર્કની કામગીરી પૂર્ણ

તા.૩૧/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: પંચાયત માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આવેલા એસ.એચ.થી ખામટા, ખજુરડી, ખોડાપીપર, થોરિયાળી રોડ પૈકી સેક્શન-૩ (ડેમસાઇટથી ખોડાપીપર રોડ) પર ત્વરિત સમારકામ કામગીરી હાથ ધરવામાં આવી છે.

ભારે વરસાદના કારણે આ રોડ પર સાઇડ સોલ્ડર ભરવા તેમજ પેચવર્ક (ખાડાબુરાણ)ની જરૂરિયાત ઊભી થતાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા લોકહિતને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરીને નિરાકરણ લાવવામાં આવ્યું છે. આ રસ્તાનું સમારકામ પૂર્ણ થતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે માર્ગ પરિવહન વધુ સરળ બન્યું છે.

Back to top button
error: Content is protected !!