MORBI:મોરબી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ: મોરબી તાલુકામાં સૌથી વધુ ૧.૭૫ ઈંચ ખાબક્યો

MORBI:મોરબી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ: મોરબી તાલુકામાં સૌથી વધુ ૧.૭૫ ઈંચ ખાબક્યો
મોરબી જિલ્લા કન્ટ્રોલ રૂમ (રાહત પોર્ટલ) દ્વારા તારીખ ૩૧/૦૭/૨૦૨૬ની સાંજથી લઈને આજ સવાર સુધીના વરસાદના અધિકૃત આંકડા જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લાના તમામ પાંચેય તાલુકામાં હળવાથી મધ્યમ સ્વરૂપનો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
૨૪ કલાક દરમિયાન તાલુકાવાર નોંધાયેલ વરસાદ
છેલ્લા ૨૪ કલાકમાં મોરબી જિલ્લામાં સરેરાશ ૨૪.૨ mm વરસાદ નોંધાયો છે. મોરબી તાલુકામાં વહેલી સવારે માત્ર બે કલાકમાં જ ભારે પવન સાથે તોફાની વરસાદી ઝાપટું પડ્યું હતું.
મોરબી: ૪૪ mm (વહેલી સવારે ૦૪:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા વચ્ચે જ ૩૦ mm વરસાદ ખાબક્યો)
હળવદ: ૩૦ mm ,વાંકાનેર: ૨૮ mm ,માળિયા: ૧૦ mm ,ટંકારા: ૯ mm મોસમનો કુલ નોંધાયેલ વરસાદ (તાલુકાવાર)
જિલ્લા કન્ટ્રોલ રૂમના રિપોર્ટ મુજબ, વર્તમાન ચોમાસાની મૌસમનો મોરબી જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ ૨૯૨ mm સુધી પહોંચી ગયો છે.
મોરબી૩૫૩ mm – વાંકાનેર – ૩૩૮ mm માળીયા – ૩૦૨ mm હળવદ – ૨૮૯ mm ટંકારા-૧૭૮ mm
મૌસમના એકંદર વરસાદની વાત કરીએ તો મોરબી તાલુકો ૩૫૩ mm વરસાદ સાથે જિલ્લામાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે ટંકારા તાલુકામાં અત્યાર સુધીનો સૌથી ઓછો ૧૭૮ mm વરસાદ નોંધાયો છે.







