MORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI:મોરબી જિલ્લામાં મેઘમહેર: સવારના બે કલાકમાં જ મોરબીમાં ૧.૬ ઈંચ અને ટંકારામાં ૧.૫ ઈંચ વરસાદ

 

MORBI:મોરબી જિલ્લામાં મેઘમહેર: સવારના બે કલાકમાં જ મોરબીમાં ૧.૬ ઈંચ અને ટંકારામાં ૧.૫ ઈંચ વરસાદ

 

મોરબી જિલ્લામાં આજે તારીખ ૦૧ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ સવારથી જ મેઘરાજાએ મહેરબાની કરી છે. વાતાવરણમાં ફેરફાર સાથે જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના કારણે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ગ્રામજનો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જિલ્લા કન્ટ્રોલ રૂમ, મોરબી દ્વારા જાહેર કરવામાં આવેલા સવારના ૦૬ થી ૦૮ વાગ્યા સુધીના (બે કલાકના) વરસાદી આંકડા અનુસાર, સમગ્ર જિલ્લામાં સરેરાશ ૧૯.૬ mm વરસાદ નોંધાયો છે.

તાલુકાવાર વરસાદના આંકડા (સવારે ૬ થી ૮):મોરબી: ૪૧ mm (સૌથી વધુ – આશરે ૧.૬ ઈંચ) – ટંકારા: ૩૭ mm (આશરે ૧.૫ ઈંચ) – વાંકાનેર: ૧૩ mm – હળવદ: ૬ mm – માળિયા (મી.): ૧ mm બે કલાકના ટૂંકા સમયગાળામાં મોરબી તાલુકામાં સૌથી વધુ ૪૧ mm (૧.૬ ઈંચ) વરસાદ ખાબક્યો છે, જ્યારે ટંકારા પંથકમાં પણ ૩૭ mm જેટલો સારો વરસાદ નોંધાયો છે. ધીમી ધારે શરૂ થયેલા વરસાદથી વાતાવરણમાં સારો એવો આહલાદક અહેસાસ અને ઠંડક પ્રસરી ગઈ છે.

Back to top button
error: Content is protected !!