MORBI:મોરબીમાં ભારે વરસાદી આફત વચ્ચે ‘જલારામ ધામ’ માનવતાની વહારે: સ્થળાંતરિતો માટે અનંત સંખ્યામાં ફુડ પેકેટ આપવાની જાહેરાત

MORBI:મોરબીમાં ભારે વરસાદી આફત વચ્ચે ‘જલારામ ધામ’ માનવતાની વહારે: સ્થળાંતરિતો માટે અનંત સંખ્યામાં ફુડ પેકેટ આપવાની જાહેરાત
મોરબી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના પગલે નીચાણવાળા તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે. આવી આપત્તિના સમયે મોરબીનું જાણીતું ‘જલારામ ધામ’ ફરી એકવાર માનવતાની સેવામાં આગળ આવ્યું છે.
ભારે વરસાદના કારણે વિસ્થાપિત કે સ્થળાંતરિત થયેલા નાગરિકો માટે મોરબી જલારામ ધામ દ્વારા ફુડ પેકેટ (ભોજન) ની પૂરતી વ્યવસ્થા કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે સંસ્થા તરફથી જિલ્લા તંત્ર તેમજ જવાબદાર અધિકારીઓને વિનંતી કરવામાં આવી છે કે, જરૂરિયાત મુજબના ફુડ પેકેટની સંખ્યા અંગે અગાઉથી બે (૨) કલાક પહેલાં જાણ કરી દેવી. તંત્ર દ્વારા ગમે તેટલી સંખ્યામાં ફુડ પેકેટની માંગણી કરવામાં આવશે, તે તમામ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા માટે જલારામ ધામ કટિબદ્ધ છે.
ફુડ પેકેટની જરૂરિયાત અંગે બે કલાક અગાઉ ગિરીશભાઈ ઘેલાણી (મો. ૯૮૨૫૦ ૮૨૪૬૮) પર સંપર્ક કરી જાણ કરવા વિનંતી છે.








