TANKARA:મેઘરાજાની મનમૂકીને મહેર: ટંકારામાં ૧૨ વાગ્યા સુધીમાં વધુ દોઢ ઈંચ ખાબક્યો

TANKARA:મેઘરાજાની મનમૂકીને મહેર: ટંકારામાં ૧૨ વાગ્યા સુધીમાં વધુ દોઢ ઈંચ ખાબક્યો
ટંકારા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયથી ચાતક ડોળે વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ધરતીપુત્રોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. ટંકારા પંથકમાં મેઘરાજાએ મન મૂકીને અતિ મહત્વનો અને સચરાચર વરસાદ વરસાવ્યો છે.
મામલતદાર કચેરી સ્થિત ફ્લડ કંટ્રોલ રૂમમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે ૧૨ વાગ્યાથી લઈને આજે બપોરે ૧૨ વાગ્યા સુધીના ૧૨ કલાકના સમયગાળા દરમિયાન કુલ ૧૦૧ મિમી (આશરે ૪ ઈંચ) વરસાદ નોંધાયો છે. જેમાં આજે સવારે ૮ થી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં જ ૯૩ મિમી જેટલો નોંધપાત્ર વરસાદ ખાબકી ગયો હતો.
ખેડૂતોમાં આનંદની લહેર અને ધરતી માતા તૃપ્ત લાંબા વિરામ બાદ પડેલા આ સાર્વત્રિક વરસાદને કારણે ટંકારાના ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. મોલ-પાક માટે આ અમૃત સમાન વરસાદ સાબિત થયો છે.
જળ સ્તરમાં વધારો: ધસમસતા પ્રવાહ સાથે વહેતા થયેલા નદી, નાળા અને તળાવોથી ગ્રામીણ વિસ્તાર છલકાઈ ઉઠ્યો છે.ભૂગર્ભ જળ સુધાર્યા: આજના ભારે વરસાદને કારણે જમીનમાં તળના પાણી ઊંડા ઉતરતા ધરતી માતાના જળસ્તરમાં મોટો સુધારો જોવા મળ્યો છે, જેથી આગામી સમયમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યામાંથી મોટી રાહત મળશે.હાલ સમગ્ર ટંકારા પંથકમાં વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને ચોમાસાની જામતથી ચારેય તરફ હરિયાળીનો માહોલ જોવા મળી રહ્યો છે.








