GUJARATJUNAGADHMENDARDA

મેંદરડા તાલુકાના શિક્ષક બહાદુરસિંહ વાળાને મળ્યો રાજ્યપાલના હસ્તે એવોર્ડ

મેંદરડા તાલુકાના શિક્ષક બહાદુરસિંહ વાળાને મળ્યો રાજ્યપાલના હસ્તે એવોર્ડ

મેંદરડા તાલુકાના શિક્ષક બહાદુરસિંહ વાળાને મળ્યો રાજ્યપાલના હસ્તે એવોર્ડ. ગાંધીનગર ખાતે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના સ્થાપના દિવસ સંદર્ભે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રતજીના હસ્તે સમગ્ર રાજ્યમાંથી શૈક્ષણિક સાધન સામગ્રી (ટીચિંગ લર્નિંગ મટીરીયલ) નિર્માણમાં પ્રથમ નંબરે મેંદરડા તાલુકાના શિક્ષક બહાદુરસિંહ વાળાની પસંદગી થઈ. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમને સ્મૃતિચિન્હ, પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા. બહાદુરસિંહ વાળા દ્વારા પોતાના દ્વારા સ્વરચિત બાળ કાવ્યના એનિમેશન દ્વારા યુટયુબના માધ્યમથી રાજ્યના આશરે 1 લાખ જેટલા બાળકો સુધી મૂલ્ય અને ભાષા શિક્ષણમાં તેમના વિશિષ્ટ યોગદાન બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!