MORBI:મોરબી અને માળીયા તાલુકાના ૩૨ ગામો માટે હાઇ એલર્ટ: મચ્છુ-૨ ડેમના 12 દરવાજા 10 ફુટ ખોલાયા

MORBI:મોરબી અને માળીયા તાલુકાના ૩૨ ગામો માટે હાઇ એલર્ટ: મચ્છુ-૨ ડેમના 12 દરવાજા ખોલાયા
મોરબી જિલ્લાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ સિંચાઇ યોજનાના ઉપરવાસમાં ભારે પાણીની આવક થતાં ડેમ પોતાની પૂર્ણ સંગ્રહશક્તિ મુજબ ભરાઈ ગયો છે. ડેમમાં પાણીની સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા આજે (તા. ૦૧/૦૮) બપોરે ૩:૦૦ વાગ્યે ડેમના 12 દરવાજા ૧૦ ફૂટ સુધી ખોલીને ૯૫,૩૦૮ ક્યુસેક પાણી નદીના પટમાં છોડવાનો નિર્ણય લેવાયો છે.
આ અંગે મચ્છુ-૨ ડેમ સાઇટના સેક્શન અધિકારીશ્રી બી.સી. પનારા દ્વારા જિલ્લા વહિવટી તંત્રને જાણ કરીને ડેમના હેઠવાસમાં આવતા મોરબી અને માળીયા તાલુકાના કુલ ૩૨ જેટલા ગામો માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
એલર્ટ હેઠળના ગામોની યાદી: ૧. મોરબી તાલુકાના ગામો (૨૨): જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી (શહેર/વિસ્તાર), અને વજેપર.
૨. માળીયા તાલુકાના ગામો (૧૦):વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મીયાણા), અને રાસંગપર.
તંત્ર દ્વારા નાગરિકો માટે મહત્વની સૂચનાઓ:નદીના પટમાં ન જવું: હેઠવાસના તમામ ગામોના લોકોને નદીના પટમાં કે આસપાસના વિસ્તારમાં અવરજવર ન કરવા કડક સૂચના આપવામાં આવી છે.માલ-મિલકતની સુરક્ષા: નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પોતાની કિંમતી માલ-મિલકત અને જરૂરી સામાન તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવા જણાવાયું છે.ઢોર-ઢાંકરની સંભાળ: પશુપાલકોને પોતાના ઢોર-ઢાંકરને નદીના પટમાં કે કોઝવે તરફ ન જવા દેવા અને સુરક્ષિત જગ્યાએ રાખવા અપીલ કરવામાં આવી છે.વહિવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને શાંતિ જાળવી તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.









