સાઠંબા તાલુકાના આમોદરા ગામે વાલ્મિકી સમાજના દિવ્યાંગ વ્યક્તિ પર હુમલો સારવાર દરમિયાન મોત

કિરીટ પટેલ બાયડ
સાઠંબા તાલુકાના આમોદરા ગામના દિવ્યાંગ વ્યક્તિ જગદીશભાઈ કાંતિભાઈ વાલ્મિકી પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવતા ગંભીર રીતે ઘાયલ થયેલ જગદીશભાઈ નું મોત નિપજ્યું હતું મળતી માહિતી મુજબ આમોદરા ગામના રહીશ જગદીશભાઈના ઘેર ઘરનું સમારકામ ચાલી રહ્યું હતું સમારકામમાં લોખંડના સળિયા કાપવાના હોવાથી જગદીશભાઈએ તેમના ભત્રીજા યોગેશ સોલંકી ને સળિયા કાપવાનું મશીન લેવા માટે મોકલ્યું હતું ભત્રીજા ને આ કામેથી આવતા વધુ સમય લાગતા જગદીશભાઈ તેને શોધવા આમોદરા ગામમાં આવેલા કાનસિંહ ઝાલા ની પાન બીડી ની દુકાને આવીને ભત્રીજા બાબતે પૂછતા જ કરતા કાનસિંહ તેમજ તેમની દુકાને ઉભેલા તેમના ભાણીયા બળદેવસિંહ આવી જઈને જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કર્યા હતા ગાળો બોલીને આવું અચતું વર્તન ના કરવાનું કહેતા કાનસિંહ ઝાલા અને બળદેવસિંહે ગઢડા પાટુથી દિવ્યાંગ જગદીશભાઈ પર હુમલો કરી દેતા તેઓને ગંભીર ઇજાઓ થવા પામી હતી. સમગ્ર ઘટના બાદ જગદીશભાઈને પ્રથમ વાત્રક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબિયત લથડતા વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું
મૃતક ની પત્ની ભુરીબેન સોલંકી ની ફરિયાદના આધારે પોલીસે કાનસિંહ ઉમેદ સિંહ ઝાલા તેમજ બળદેવસિંહ સામે ગુનો નદી ગુનેગારોની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલાની ગંભીરતા જોતા અરવલ્લી જિલ્લાના વાલ્મિકી સમાજના આગેવાન લાલજીભાઈ ભગત તેમજ સમાજના અન્ય આગેવાનોએ બાયડ પોલીસ સ્ટેશનને આવીને ગુનેગારોને કડકમાં કડક સજા કરવા માટે માંગ કરી હતી જાણવા મળ્યા અનુસાર આ સમગ્ર પ્રકરણમાં હત્યાનો ગુનો નોંધવામાં આવે છે અને તટસ્થ તપાસ શરૂ કરવામાં આવી છે




