જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે બાલાસિનોર તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની ઓચિંતી રાત્રિ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી.

મહીસાગર જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ
****
રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર
જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે બાલાસિનોર તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની ઓચિંતી રાત્રિ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી
*****

મહીસાગર જિલ્લામાં ચાલી રહેલી ચોમાસાની ઋતુમાં કોઈપણ સંભવિત વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. આપત્તિ વ્યવસ્થાપન અને તંત્રની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે બાલાસિનોર તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની ઓચિંતી રાત્રિ મુલાકાત લીધી હતી અને કામગીરીની સઘન સમીક્ષા કરી હતી.
આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ કંટ્રોલ રૂમ ખાતેથી જિલ્લાની હાલની વરસાદી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પ્રાપ્ત થઈ રહેલા અહેવાલો તેમજ નદી-નાળા અને જળાશયોની જળસપાટી અંગે ફરજ પરના કર્મચારીઓ પાસેથી ઝીણવટભરી માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વરસાદી ઋતુ દરમિયાન કોઈપણ આકસ્મિક સ્થિતિ સર્જાય તો તેનો તાત્કાલિક અને અસરકારક રીતે સામનો કરવા માટે જિલ્લા તંત્ર ખડેપગે અને સંપૂર્ણપણે સજ્જ છે. નાગરિકોની સુરક્ષા અને સલામતી એ તંત્રની પ્રાથમિકતા છે.




