ARAVALLIGUJARATMEGHRAJMODASA

સેવક આઉટસોર્સિંગ ભરતી મુદ્દે ડીઇઓને રજુઆત – સાત દિવસમાં નિર્ણય નહીં આવે તો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ધરણાંની ચીમકી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

સેવક આઉટસોર્સિંગ ભરતી મુદ્દે ડીઇઓને રજુઆત – સાત દિવસમાં નિર્ણય નહીં આવે તો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ધરણાંની ચીમકી

સેવક આઉટસોર્સિંગ ભરતી અંગે સીઓએસ કચેરી દ્વારા જિલ્લાના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને ભરતી પ્રક્રિયા હાથ ધરવા અંગે સૂચના આપવામાં આવી છે. આ મુદ્દે જિલ્લા સંકલન સમિતિ અને વહીવટી કર્મચારી સંગઠનો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.જિલ્લા સંકલન સમિતિના પ્રમુખ પંકજભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ કૌશિકભાઈ સોની તથા સંચાલક મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક જયેશભાઇ પટેલ અને દશરથભાઈ નીનમા ને આવેદનપત્ર પાઠવી ભરતી પ્રક્રિયા અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી.સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે રજૂઆત બાદ જો આગામી સાત દિવસમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કોઈ હકારાત્મક પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સામે ધરણાં-પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવશે.આંદોલનને સફળ બનાવવા જિલ્લાના તમામ કર્મચારી સંગઠનો અને વિવિધ સંવર્ગોના હોદ્દેદારોને સાથે રાખી આગામી દિવસોમાં આયોજન કરવામાં આવશે.અને અંદાજે 100થી વધુ હોદ્દેદારો અને કર્મચારીઓ ધરણાં-પ્રદર્શનમાં જોડાશે તેવી તૈયારી કરવામાં આવી રહી છે.સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખી આ લડત સંપૂર્ણપણે લોકશાહી અને શાંતિપૂર્ણ રીતે લડવામાં આવશે. જો સાત દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ધરણાં કાર્યક્રમની તારીખ અને સમયની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈ કર્મચારીઓની લાગણી અને રજૂઆતને માન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!