GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO
સરદારબાગ પોસ્ટ ઓફિસનું કામકાજ અસ્થાયી ધોરણે જૂનાગઢ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે સ્થળાંતરિત કરાયું
સરદારબાગ પોસ્ટ ઓફિસનું કામકાજ અસ્થાયી ધોરણે જૂનાગઢ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે સ્થળાંતરિત કરાયું

ડાક વિભાગ, જૂનાગઢ વિભાગ દ્વારા સરદારબાગ પોસ્ટ ઓફિસનું હાલનું મકાન વહીવટી કારણોસર અસ્થાયી ધોરણે બંધ રાખવામાં આવ્યું છે. આથી, સરદારબાગ પોસ્ટ ઓફિસનું તમામ કામકાજ જૂનાગઢ મુખ્ય પોસ્ટ ઓફિસ (હેડ પોસ્ટ ઓફિસ), ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતેથી કાર્યરત રહેશે. સરદારબાગ પોસ્ટ ઓફિસના તમામ ગ્રાહકોને રજિસ્ટર્ડ પોસ્ટ, સ્પીડ પોસ્ટ, પાર્સલ, બચત બેંક, આર.ડી., ટી.ડી., પી.પી.એફ., સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (PLI), ગ્રામીણ પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (RPLI) અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) સહિતની તમામ સેવાઓ માટે જૂનાગઢ મુખ્ય પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવા જૂનાગઢ વિભાગ અધિક્ષક ડાકઘરની અખબારી યાદીમા જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ



