GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ તાલુકામાં નવા પીપળીયા ગામ ખાતે કાયદાકીય મારદર્શન સેમિનારનું આયોજન કરાયું

જૂનાગઢ તાલુકામાં નવા પીપળીયા ગામ ખાતે કાયદાકીય મારદર્શન સેમિનારનું આયોજન કરાયું

જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ “ઘરેલું હિંસા અધિનિયમ –૨૦૦૫” અંતર્ગત જૂનાગઢ તાલુકાના નવાપીપળીયા ગામ ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને ઘરેલુ હિંસા એટલે શું? ઘરેલુ હિંસા કેટલા પ્રકારની છે? જો આ પ્રકારની હિંસા થતી હોય તો બહેનને સરકારશ્રીની વિવિધ યોજનાઓ મારફત કઈ રીતે લાભ મેળવી શકે? વગેરે માહિતી આપવામાં આવી હતી. તેમજ ઘરેલું હિંસાનો ભોગ બનેલ બહેન અરજી કયા સ્થળ પર કરી શકે? કેટલા દિવસમાં કરી શકે? તેના માટે શું કાયદાકીય જોગવાઈ છે? તેના દંડ અને સજાનુ શું પ્રાધાન્ય હોય છે? તેની વિસ્તૃત સમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી બી.ડી.ભાડ દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.જી.સોજીત્રા દ્વારા કચેરી અંતર્ગત ચાલતી મહિલાલક્ષી યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. તેમજ સાયબર સેલમાંથી પી.એસ.આઈ. ધારાબેને સાયબર ગુનાઓ અને ફ્રોડ વિશે માહિતી આપી હતી અને ૧૯૩૦ નિઃશુલ્ક સાયબર હેલ્પલાઈનની જાણકારી આપી હતી. આ ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટર, PBSC, ૧૮૧ અભયમ સ્ટાફ ટીમ દ્વારા યોજનાકીય માહિતી આપવામાં આવી હતી ઉપરોક્ત કાર્યક્રમ દરમિયાન ગ્રામ સરપંચશ્રી કંચનબેન સાવલિયા, DHEW ટીમ, સખી વન સ્ટોપ સેન્ટર, PBSC, ૧૮૧ અભયમ સ્ટાફ ટીમ હાજર રહ્યા હતા. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!