MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana માળીયા (મી.)ના જૂના ઘાંટિલા ગામે પાણીના વહેણમાં તણાઈ જવાથી ૪૨ વર્ષીય પ્રૌઢનું મોત

 

MALIYA (Miyana માળીયા (મી.)ના જૂના ઘાંટિલા ગામે પાણીના વહેણમાં તણાઈ જવાથી ૪૨ વર્ષીય પ્રૌઢનું મોત

(રીપોર્ટ ઈશાક પલેજા માળીયા)

માળીયા મિયાણા તાલુકાના જૂના ઘાંટિલા ગામે એક કરૂણ ઘટના સામે આવી છે. ઢોર ચરાવવા ગયેલા એક આધેડ પાણીના ભારે વહેણમાં તણાઈ જતાં તેઓનું નીપજ્યું છે.

મળતી વિગતો અનુસાર, માળીયા (મી.) તાલુકાના જૂના ઘાંટિલા ગામે રહેતા ગેલાભાઈ નોધાભાઈ હડગડા (ઉં.વ. ૪૨) તારીખ ૦૧/૦૮/૨૦૨૬ના રોજ સાંજે આશરે ૦૫:૪૫ કલાકે ડેરીયારીના નાલા પાસે, નવા ઘાંટિલા જવાના રસ્તે ઢોર ચરાવી રહ્યા હતા. તે સમયે અચાનક પાણીના તીવ્ર વહેણમાં આવી જતાં તેઓ તણાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગેલાભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે CHC-માળીયા (મી.) ખાતે ખસેડવામાં આવ્યો છે. તાલુકા પંચાયત કચેરી – માળીયા (મી.) દ્વારા આ અંગેનો પ્રાથમિક અહેવાલ મોરબી જિલ્લા કલેક્ટરશ્રીને સુપ્રત કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!