MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana:ઘોડાધ્રોઈ ડેમનુ પાણી છોડાતા માળિયાના ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન: પાણી ફરી વળતા ખેડૂતોના પાકને ભારે નુકસાન

 

MALIYA (Miyana:ઘોડાધ્રોઈ ડેમનુ પાણી છોડાતા માળિયાના ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન: પાણી ફરી વળતા ખેડૂતોના પાકને ભારે નુકસાન

વહેલીસવાર થી ધોધમાર વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી

માળીયા (મી.) ઘોડાધ્રોઈ ડેમનદીમાં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતાં માળિયા પંથકના નીચાણવાળા ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીના પાણીના ધસમસતા પ્રવાહને કારણે માણાબાર, સુલતાનપુર અને ચિખલી જેવા ગામો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા છે, જેના કારણે ગામ લોકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ઘોડાધ્રોઈ ડેમનું પાણી ગામના રસ્તાઓ અને સીમ વિસ્તારમાં ફરી વળતાં માણાબાર, સુલતાનપુર અને ચિખલી ગામ ચારેય તરફથી જળમગ્ન બની ગયા છે. ગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે.

નદીના પૂરના પાણી સીધા ખેતરોમાં ઘૂસી જતાં મોલ (પાક) સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વાવણી બાદ તૈયાર થઈ રહેલા પાક પર પાણી ફરી વળતાં ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે અને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ગામના નીચાણવાળા વિસ્તારો અને સીમમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. નદીમાં પાણીની આવક હજુ પણ ચાલુ હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવી ભીતિ સેવાઈ રહી છે.

નદીના પાણીથી ખેતરોમાં થયેલા ધોવાણ અને પાકના નુકસાન અંગે તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર તથા સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

Back to top button
error: Content is protected !!