GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારાની ભરબજારમાં આખલાઓના યુદ્ધથી ભયનો માહોલ, તંત્રની નિષ્ક્રિયતા સામે ઉઠ્યા સવાલ

 

TANKARA:ટંકારાની ભરબજારમાં આખલાઓના યુદ્ધથી ભયનો માહોલ, તંત્રની નિષ્ક્રિયતા સામે ઉઠ્યા સવાલ

આરીફ દિવાન મોરબી; ટંકારા નગરપાલિકાની કચેરી સામે આવેલ દયાનંદ ચોકમાં રખડતાં આખલાઓનો સતત ત્રાસ જોવા મળી રહ્યો છે. અવારનવાર આખલાઓ વચ્ચેના યુદ્ધને કારણે વેપારીઓ, રાહદારીઓ અને વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાય છે. આ સ્થિતિથી જાનમાલને નુકસાન થવાની શક્યતા વધતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.

સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. વેપારીઓએ રખડતા ઢોરને તાત્કાલિક પકડી સલામત સ્થળે ખસેડવા અને આવી ઘટના ફરી ન બને તે માટે નગરપાલિકા દ્વારા અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો સમયસર પગલાં નહીં લેવાય તો કોઈ દુર્ઘટના સર્જાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!