GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મકનસર (પ્રેમજીનગર)માં ગાળો આપવા બાબતે પૂછપરછ કરતા યુવક અને ગ્રામજન પર છરી વડે હુમલો

 

MORBI:મોરબીના મકનસર (પ્રેમજીનગર)માં ગાળો આપવા બાબતે પૂછપરછ કરતા યુવક અને ગ્રામજન પર છરી વડે હુમલો

 

મોરબી તાલુકાના મકનસર (પ્રેમજીનગર) ગામે ગાળો આપવા બાબતે પૂછપરછ કરવા ગયેલા વેપારી અને અન્ય એક ગ્રામજન પર છરી જેવા ધારદાર હથિયાર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર, મકનસર ગામે રહીને અનાજ-કરિયાણાની દુકાન ચલાવતા પ્રેમજીભાઈ ઉર્ફે સંજયભાઈ અરજણભાઈ પરમાર (ઉં.વ. ૩૯) નામના વેપારીએ જયેશભાઈ વેલજીભાઈ શેખવા (રહે. પ્રેમજીનગર, મકનસર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી જયેશભાઈ સાક્ષી ધર્મેન્દ્રભાઈને ગાળો આપતો હોવાથી ફરિયાદી સંજયભાઈ તે અંગે પૂછપરછ કરવા ગયા હતા. આ બાબતે ઉશ્કેરાઈ જઈને આરોપીએ સંજયભાઈ પર છરી જેવા હથિયારથી ડાબી બાજુ ખંભા-બગલના ભાગે બે ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેમને ટાંકા આવ્યા હતા. આ ઉપરાંત, વચ્ચે પડેલા સાથી ગોરધનભાઈ કોળીને પણ આરોપીએ હાથના ભાગે છરી વડે ઈજા પહોંચાડી હતી.આરોપીએ બંનેને ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મોરબી તાલુકા પોલીસે ફરિયાદીની ગુનાહિત ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!