GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વીજ પોલ સત્યાગ્રહ ઉગ્ર: ‘વળતર નહીં તો ૨૦૨૭માં પ્રવેશ નહીં’, ખેડૂતોએ ભાજપના નેતાઓના બહિષ્કારના બેનર માર્યા!

 

MORBI:મોરબીમાં વીજ પોલ સત્યાગ્રહ ઉગ્ર: ‘વળતર નહીં તો ૨૦૨૭માં પ્રવેશ નહીં’, ખેડૂતોએ ભાજપના નેતાઓના બહિષ્કારના બેનર માર્યા!

મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો ‘વીજ પોલ સત્યાગ્રહ’ હવે વધુ આક્રમક બન્યો છે. જમીન સંપાદન અને વીજ ટ્રાન્સમિશન લાઇનના પોલ ઊભા કરવા સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેતપર ગામ બાદ હવે વાઘપર-પીલુડી ગામના ખેડૂતો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે અને ગામમાં ભાજપના નેતાઓના બહિષ્કારના બેનરો લગાવી દીધા છે.

બેનર લગાવી આકરો વિરોધ દર્શાવ્યો ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે વીજ ટ્રાન્સમિશન પોલ માટે લેવાતી જમીનનું યોગ્ય અને કાયદાકીય વળતર હજુ સુધી ચુકવવામાં આવ્યું નથી. જો સરકાર કે તંત્ર દ્વારા ન્યાયસંગત વળતર આપવામાં નહીં આવે, તો વર્ષ ૨૦૨૭ની આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના કોઈપણ નેતાને ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં, તેવી સ્પષ્ટ અને આકરી ચેતવણી બેનરો મારફતે આપવામાં આવી છે.

આંદોલન સમગ્ર ગુજરાતમાં વ્યાપવાની ચીમકી સ્થાનિક ખેડૂતોએ સંકેત આપ્યા છે કે જો સરકાર આ સંવેદનશીલ મુદ્દે વહેલી તકે ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લે, તો આ આંદોલન માત્ર વાઘપર કે જેતપર પૂરતું સીમિત નહીં રહે. આવનારા દિવસોમાં મોરબી જિલ્લાના અન્ય ગામો તેમજ સમગ્ર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ આ પ્રકારે ભાજપના બહિષ્કારના બેનરો જોવા મળી શકે છે.

મુખ્ય મુદ્દાઓ:વીજ પોલ માટે જમીનના યોગ્ય કાયદાકીય વળતરની ખેડૂતોની માંગ.વાઘપર-પીલુડી ગામમાં ભાજપના નેતાઓના બહિષ્કારના બેનરો લાગ્યા.માંગણીઓ ન સંતોષાય તો ૨૦૨૭ની ચૂંટણીમાં નેતાઓ માટે ગામના દરવાજા બંધ કરવાની ચેતવણી.

Back to top button
error: Content is protected !!