GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:માનવતાની મિસાલ:વાંકાનેર સિટી પોલીસ અને સેવાભાવીઓએ વરસાદી સંકટમાં જરૂરિયાતમંદો સુધી પહોંચાડ્યો સહારો

 

WAKANER:માનવતાની મિસાલ:વાંકાનેર સિટી પોલીસ અને સેવાભાવીઓએ વરસાદી સંકટમાં જરૂરિયાતમંદો સુધી પહોંચાડ્યો સહારો

વાંકાનેર શહેર અને આસપાસના વિસ્તારમાં સતત વરસાદ તથા ચોમાસાની વિકટ પરિસ્થિતિ વચ્ચે વાંકાનેર સિટી પોલીસ અને સ્થાનિક સેવાભાવીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.વાંકાનેર સિટી પોલીસના હેડ કોન્સ્ટેબલ ભોજરાજસિંહ ઝાલા, રેશ્માબેન સૈયદ તથા ભવેશભાઈ ગરચર દ્વારા નીચાણવાળા અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં પહોંચીને અનેક પરિવારોને થેપલા, કેક સહિતના ખાદ્યપદાર્થો નું વિતરણ કરવામાં આવ્યું હતું. સતત વરસાદને કારણે જ્યાં લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની હતી, ત્યાં આ ટીમે જાતે જઈને મદદ પહોંચાડી હતી. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જોખમગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. ભારે વરસાદ વચ્ચે સેવાભાવ સાથે કરવામાં આવેલી આ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.

વરસાદી આપત્તિના સમયમાં પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થાની જ નહીં, પરંતુ સમાજની સુરક્ષા અને માનવસેવાની જવાબદારી પણ નિભાવી રહી છે. વાંકાનેર સિટી પોલીસ અને સેવાભાવીઓની આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની છે.

Back to top button
error: Content is protected !!