MORBI:મોરબી સાર્થક વિદ્યામંદિરમાં સંસ્કૃતકક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

MORBI:મોરબી સાર્થક વિદ્યામંદિરમાં સંસ્કૃતકક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
જેમાં કાર્યક્રમ પૂર્વે વિદ્યાર્થીઓ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો. દીપ પ્રાગટય તેમજ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યમંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા , ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષશ્રી હિમાંજયભાઈ પાલિવાલ અને સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી પ્રણવભાઈ રાજ્યગુરુ ઉપસ્થિત રહ્યા હતા.
હીમાંજયજી અને પ્રણવભાઈ એ શાળામાં ચાલી રહેલા સંસ્કૃત , સંસ્કાર અને સંસ્કૃતિના કાર્ય વિશે વક્તવ્ય આપેલું.વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિવિધ સંસ્કૃત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી . જેમાં ધ્યેય મંત્ર , વૈદિક મંત્રોચ્ચાર, ગીત પ્રસ્તુતિ, લાઇવ સંસ્કૃત , સાઇન્સ ઇન સંસ્કૃત , કૌટિલ્ય અર્થશાસ્ત્ર , ભરતમુનિ નાટ્યશાસ્ત્ર , અભિનય ગીત, સંસ્કૃત ગરબા, આપણો સાંસ્કૃતિક વારસો, સમૂહ ગીત , સંસ્કૃત માધ્યમથી વાર્તા , ચિત્રપદ શબ્દો વગેરે કૃતિ રજૂ થઈ હતી.સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં નંબર મેળવેલ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.પ્રારંભિક પ્રસંગિક વક્તવ્ય શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ તેમજ આભાર વક્તવ્ય ગણેશભાઈ કંજારિયા કર્યું હતું. આખા કાર્યક્રમનું સંચાલન વિવેકભાઈ શુક્લ તેમજ સંસ્કૃત આચાર્યએ કર્યું હતું.કાર્યક્રમના અંતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અધ્યક્ષ અને રાજ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સંસ્કૃત કક્ષનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.












