Rajkot: રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના સેવક શ્રી રસિકગીરી ગોસાઈનું ઉત્કૃષ્ટ સેવાઓ બદલ સન્માન

તા.૧૬/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
સ્વાતંત્ર્ય પર્વે શહેરકક્ષાના ધ્વજારોહણ કાર્યક્રમમાં શ્રી ગીરીભાઈની ૩૫ વર્ષની નિષ્ઠાપૂર્વક ફરજને બિરદાવાઈ
Rajkot: રાજકોટ શહેરની ચૌધરી હાઈસ્કૂલ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની શહેરકક્ષાની ઉજવણી નિમિત્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા સેવક શ્રી રસિકગીરી ગોસાઈની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ સાંસદ શ્રી પરસોત્તમ રૂપાલા અને ધારાસભ્યશ્રી ડૉ. દર્શિતાબેન શાહની ઉપસ્થિતિમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી જયભાઈ બારોટના હસ્તે સન્માન પત્ર આપીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
શ્રી રસિકગીરી આશરે છેલ્લા ૩૫ વર્ષથી માહિતી કચેરીની સંપાદન શાખામાં સેવક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેમણે વિવિધ સરકારી કચેરીઓ અને મીડિયા હાઉસની ઓફિસોમાં સમાચાર તથા જાહેરખબરો સમયસર પહોંચાડવાની કામગીરી કરેલી છે. આ તકે તેમણે સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશભાઈ મોડાસીયા અને નાયબ માહિતી નિયામક શ્રી પ્રશાંતભાઈ ત્રિવેદીનો આભાર માન્યો હતો.




