MORBI:મોરબીમાં રાખી મેળાના ઉદ્ઘાટન સમારોહમાં ‘વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ’ના વિદ્યાર્થીઓ છવાયા: સાંસ્કૃતિક કૃતિઓએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા

MORBI:મોરબીમાં રાખી મેળાના ઉદ્ઘાટન સમારોહમાં ‘વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ’ના વિદ્યાર્થીઓ છવાયા: સાંસ્કૃતિક કૃતિઓએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ૧૪ ઓગસ્ટના રોજ રાખી મેળાના ઉદ્ઘાટન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબીની પ્રખ્યાત ‘વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ’ના વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાની બાલિકાઓ દ્વારા ભરતનાટ્યમ શૈલીમાં ગણેશ વંદના, પ્રાચીન ગરબો, દેશભક્તિથી સભર પેટ્રિઓટિક ડાન્સ તેમજ પ્રાચીન રાસ જેવી વિવિધ કૃતિઓની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની બહેતરીન પ્રસ્તુતિએ ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા.
આ સમારોહમાં મોરબીના ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયા, કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે, મેયર શ્રી ઉત્તમ સુરાણી તેમજ મોરબીના પ્રભારી મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવીને તેઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા.
તજજ્ઞોનું માર્ગદર્શન અને સફળ આયોજન કૃતિ આયોજન: સમગ્ર સાંસ્કૃતિક કૃતિઓનું સુંદર આયોજન રાજકોટના જોલીબેન કાલાવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
તાલીમ અને માર્ગદર્શન: વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના તુષારભાઈ ત્રિવેદી, ઉર્વશીબેન ત્રિવેદી, નિધીબેન વાગડિયા, શ્રુતિબેન નાયક તેમજ જીગ્નેશભાઈ ફોફંડી દ્વારા વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ તાલીમ આપવામાં આવી હતી.શાળાના ટ્રસ્ટીગણ અને શિક્ષકપરિવારે સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવનાર તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.











