WAKANER:વાંકાનેરના ખીજડીયામાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો: મુદ્દામાલ સાથે ૩ શખ્સો ઝડપાયા

WAKANER:વાંકાનેરના ખીજડીયામાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો: મુદ્દામાલ સાથે ૩ શખ્સો ઝડપાયા
વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેણાક મકાન પાછળ ચાલી રહેલી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે સફળ દરોડો પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી ત્રણ શખ્સોની ધરપકડ કરી કુલ રૂ. ૩૨,૩૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ખીજડીયાથી ધીયાવડ જતા રસ્તે આવેલ રહેણાક મકાન પાછળ ખુલ્લામાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડતા સ્થળ પરથી દારૂ બનાવવાનું નેટવર્ક પકડાઈ ગયું હતું.
પોલીસે જપ્ત કરેલ મુદ્દામાલની વિગત:દેશી દારૂ: ૮૦ લીટર (કિંમત રૂ. ૧૬,૦૦૦) ભઠ્ઠીના સાધનો: કિંમત રૂ. ૩,૮૫૦ દેશી દારૂનો ઠંડો આથો: ૫૦૦ લીટર (કિંમત રૂ. ૧૨,૫૦૦ – જેનો સ્થળ પર જ નાશ કરાયો) કુલ મુદ્દામાલ: રૂ. ૩૨,૩૫૦ ઝડપાયેલા આરોપીઓ:૧. દીપકભાઈ ભૂપતભાઈ સોલંકી (રહે. ખીજડીયા) ૨. અજયભાઈ સોમાભાઈ સોલંકી (રહે. ખીજડીયા) ૩. શૈલેષભાઈ ભૂપતભાઈ સોલંકી (રહે. ખીજડીયા) પોલીસે ત્રણેય શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










