GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં સંત રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે કલશ રથનું આગમન

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં સંત શિરોમણિ શ્રી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે કલશ રથનું આગમન થયું હતું. વીરવાડી હનુમાનજી, ધારાગીરી ખાતે માજી મંત્રીશ્રી આત્મારામભાઈ પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં સંયોજક શ્રી સુરેશભાઈ મકવાણા, જિલ્લા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, મેયર શ્રી અશોકભાઈ ધોરાજિયા સહિત વિવિધ મંડળોના આગેવાનો, કાર્યકર્તાઓ અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સંત રવિદાસ મહારાજના જીવન અને સમાજ માટેના યોગદાનને યાદ કરી તેમના સમાનતા, ભાઈચારો અને સામાજિક એકતાના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

નવસારી જિલ્લાના તમામ મંડળોમાં આ કલશ રથ ફરશે. વિવિધ સ્થળોએ કલશ રથનું સ્વાગત કરવામાં આવશે અને સંત રવિદાસ મહારાજના વિચારો તથા આદર્શો અંગે લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે.

૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે યોજાઈ રહેલી આ કલશ રથ યાત્રા દ્વારા સમાજમાં એકતા, સમરસતા અને ભાઈચારાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!