BHARUCHGUJARATJHAGADIYA

ઝગડિયાના રાજપારડીથી જીએમડીસી તરફ જતો માર્ગ કાદવ-કીચડના સામ્રાજ્ય વચ્ચે અત્યંત જોખમી બન્યો

ઝગડિયાના રાજપારડીથી જીએમડીસી તરફ જતો માર્ગ કાદવ-કીચડના સામ્રાજ્ય વચ્ચે અત્યંત જોખમી બન્યો

format: 0; filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
 ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 44;
format: 0; filter: null; fileterIntensity: null; filterMask: AI_Scene: (-1, -1);aec_lux: 119.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 43;
format: 0; filter: null; fileterIntensity: null; filterMask: : weather?null, icon:null, weatherInfo:100;temperature: 43;
format: 0; filter: null; fileterIntensity: null; filterMask: : ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 42;
format: 0; filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0;  0;AI_Scene: (22, 0);aec_lux: 86.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 40;zeissColor: bright;
format: 0; filter: null; fileterIntensity: null; filterMask: : weather?null, icon:null, weatherInfo:100;temperature: 43;
format: 0; filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0;  -bright;
format: 0; filter: null; fileterIntensity: null; filterMask: null, icon:null, weatherInfo:100;temperature: 39;
format: 0; filter: null; fileterIntensity: null; filterMask: 

અત્રેના માર્ગ પર આવેલી સરકારી હોસ્પિટલના દર્દીઓને પણ હાલાકી, હોસ્પિટલમાં સારવાર બાદ સાંજે વાહન ન મળતાં ભારે હાલાકી

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનો અત્યંત મહત્વપૂર્ણ એવો રાજપારડીથી GMDC તરફ જતો મુખ્ય માર્ગ હાલ તંત્રની ઘોર ઉપેક્ષા અને લાપરવાહીને કારણે રસ્તાને બદલે કાદવ-કીચડના દલદલમાં ફેરવાઈ ચૂક્યો છે. માર્ગ પરથી દૈનિક ધોરણે પસાર થતાં લિગ્નાઇટ અને ખનિજ સંપત્તિ ભરેલા ભારે ઓવરલોડ ડમ્પરોના અવિરત ધસારા તેમજ વરસાદી પાણીના કારણે ડામરનું નામોનિશાન મટી ગયું છે અને સર્વત્ર કમર સુધીના ચીકણા કાદવ અને પાણી ભરેલા મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. ભારે વાહનોના ટાયરોના ઊંડા ખાંચા અને ચીકણી માટીના કારણે નાના ચાર પૈડાંવાળા વાહનો અને બાઇકચાલકો અધવચ્ચે ફસાઈ જતાં અકસ્માતોની વણઝાર સર્જાઈ રહી છે, જેના પગલે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે.

સૌથી વધુ ચિંતાજનક અને કરુણ બાબત એ છે કે આ જ બિસ્માર માર્ગ પર સરકારી હોસ્પિટલ આવેલી છે, જ્યાં આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી સેંકડો ગરીબ અને સામાન્ય દર્દીઓ સારવાર અર્થે આવે છે. રસ્તાની આવી બદતર અને જોખમી હાલતને કારણે કોઈ પણ ખાનગી વાહનચાલક કે ઓટો રિક્ષાવાળા અહીં આવવા તૈયાર થતા નથી. કટોકટીના સમયે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા અતિ મુશ્કેલ બની જાય છે, તો બીજી તરફ હોસ્પિટલમાંથી સાંજના સમયે સારવાર બાદ રજા મળતાં દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓ માટે ઘરે પરત ફરવા કોઈ વાહન ન મળતાં કલાકો સુધી રઝળપાટ કરવાનો વારો આવે છે. લાચાર દર્દીઓ અને સગર્ભા મહિલાઓએ આ કાદવ-કીચડ અને ખાડાવાળા રસ્તેથી જીવના જોખમે પસાર થવું પડે છે. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં નિંભર તંત્રના પેટનું પાણી હલતું નથી, ત્યારે લોકોએ રોષભેર ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે આ માર્ગનું કાયમી સમારકામ કરી અવરજવર યોગ્ય નહીં બનાવવામાં આવે તો ગ્રામજનો સાથે મળીને ઉગ્ર આંદોલન અને ચક્કાજામ કરશે.

ઈરફાન ખત્રી
રાજપારડી

Back to top button
error: Content is protected !!