GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મોરબીમાં કવિ સંમેલન તથા કાવ્યલેખન સ્પર્ધાનું ભવ્ય આયોજન

MORBI:નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મોરબીમાં કવિ સંમેલન તથા કાવ્યલેખન સ્પર્ધાનું ભવ્ય આયોજન

 

સાહિત્ય અને કળાના વારસાને વધુ સમૃદ્ધ બનાવવા તથા સ્થાનિક પ્રતિભાઓને મંચ પૂરો પાડવાના શુભ હેતુથી, નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૨૨/૦૮/૨૦૨૬ ના રોજ મોરબી ખાતે એક ભવ્ય ‘કવિ સંમેલન’ નું આયોજન થવા જઈ રહ્યું છે.

આ સાહિત્યિક મહોત્સવ અંતર્ગત મોરબીવાસીઓમાં છુપાયેલી સર્જનાત્મકતાને બહાર લાવવા માટે એક વિશેષ ‘કાવ્યલેખન સ્પર્ધા’ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા અંગેની મહત્વની વિગતો નીચે મુજબ છે:કોણ ભાગ લઈ શકશે: મોરબીના તમામ સાહિત્યપ્રેમી નાગરિકો.નિયમ: સ્પર્ધકે માત્ર પોતાનું સ્વરચિત અને મૌલિક સર્જન (કોપી કર્યા વગરની કવિતા) જ મોકલવાનું રહેશે.

છેલ્લી તારીખ: કવિતા તારીખ ૨૧/૦૮/૨૦૨૬ સુધીમાં સબમિટ કરવાની રહેશે.

ક્યાં મોકલવી: સ્પર્ધકોએ પોતાની કૃતિઓ આયોજકો દ્વારા જાહેર કરવામાં આવેલ ગૂગલ લિંક (Google Form) મારફતે ઓનલાઈન સબમિટ કરવાની રહેશે.

વિજેતાઓને સન્માન:નિર્ણાયકો દ્વારા તમામ કૃતિઓનું મૂલ્યાંકન કરી તેમાંથી ઉત્કૃષ્ટ રચનાઓ આપનાર પ્રથમ ૩ વિજેતાઓ ની પસંદગી કરવામાં આવશે. આ ત્રણેય વિજેતાઓને ૨૨મી ઓગસ્ટે યોજાનાર કવિ સંમેલનના કાર્યક્રમ સ્થળ પર સન્માનિત કરવામાં આવશે. તેમજ તેઓ પોતાની રચના નું પઠન પણ સ્ટેજ પરથી કરી શકશે

મોરબીની જનતા, સાહિત્યરસિકો અને ઉગતા કવિઓને આ કાવ્યલેખન સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેવા અને કવિ સંમેલનમાં પધારી કાર્યક્રમની શોભા વધારવા માટે નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!